News Continuous Bureau | Mumbai
Surat: શહેરના ચોક બજાર ખાતે આયોજીત યોગદિન કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બનેલા સુરત રાંદેરના તાડવાડી વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના યોગપ્રેમી હર્ષભાઈ મારુ ( Harshbhai Maru ) તંદુરસ્ત રહેવા પાછળનો શ્રેય નિયમિત યોગને આપે છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોગ કરે છે. ૧૮ વર્ષની ઉંમરથી વેટ લિફ્ટિંગ કરતા હતા, વેટ લિફ્ટિંગમાં ઇન્ટર કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, ૨૦૧૦માં સ્ટેટ લેવલે પ્રથમ આવ્યા હતા, ૨૦૧૧/૧૨માં બીજો ક્રમ મેળવ્યો હતો.

Yoga relieves back and shoulder injuries Harshbhai Maru
વધુમાં તેઓ જણાવે છે, ૧૬ વર્ષના વેટ લિફ્ટિંગમાં તેમણે ઘણી બધી ઇન્જરીઓ થઈ હતી. જેમાં કમર, ઘૂટણ અને સોલ્ડરમાં ઘણી ઈજાઓ થઈ હતી. ૨૦૨૦થી યોગની ( Yoga ) શરૂઆત કરી હતી. યોગ ટીચરનો કોર્ષ પણ તેમણે કર્યો હતો. છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોગ કરવાના કારણે તેમણે થયેલ ઇન્જરીઓ સારી થઈ ગઈ છે.

Yoga relieves back and shoulder injuries Harshbhai Maru
આ સમાચાર પણ વાંચો : Anti Paper Leak Act: NEET અને UGC NET પેપર ફોડી વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે એન્ટી પેપર લીક કાયદો કર્યો લાગુ, 10 વર્ષની સજા, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ..
યોગપ્રેમી હર્ષભાઈએ સૌ કોઈને યોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, દરરોજ ૧૦,૧૫ મિનિટથી શરૂઆત કરવી જોઈએ ત્યાર બાદ અનુકૂળતાએ સમય વધારતા રહેવું. દિવસ દરમિયાનના કામકાજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ ( Stress management ) માટે શરીર અને મનની શાંતિ માટે ખૂબ ફાયદા કારક છે એમ તેમણે ઉમેર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        