News Continuous Bureau | Mumbai
Vadodara IOCL fire : ગુજરાતના વડોદરા જિલ્લાના કોયલી વિસ્તારમાં આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની રિફાઈનરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ IOCL રિફાઈનરીની બેન્ઝીન ટાંકીમાં થયો હતો. વિસ્ફોટ બાદ રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આજ્ઞા પગલે કેટલાક કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બ્લાસ્ટ બાદ રિફાઈનરીમાં હાજર કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
Vadodara IOCL fire : જુઓ વિડીયો
Massive Fire Erupts at Koyali IOCL Facility, Fire Brigade on Site
A massive fire has broken out at the Indian Oil Corporation Limited (IOCL) facility in Koyali. The blaze is visible from nearly 2 kilometers away, sending thick smoke billowing into the sky. The fire brigade has… pic.twitter.com/acinYOdrPX
— Our Vadodara (@ourvadodara) November 11, 2024
Vadodara IOCL fire : નજીકની કંપનીઓમાં ગભરાટનું વાતાવરણ
મીડિયા અહેવાલ મુજબ કોયાલીમાં આવેલી આઈઓસીએલ રિફાઈનરીમાં સાંજે લગભગ 4 વાગે વિસ્ફોટના કારણે આગ ફાટી નીકળી હતી. વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલી IOCL રિફાઈનરી એ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ભારત સરકારની ઉપક્રમ છે. આગને પગલે આસપાસની કંપનીઓમાં ગભરાટનો માહોલ છે. આગ પર કાબૂ મેળવવા માટે વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવા માટે 10 જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra polls : હેલીપેડ પર ચૂંટણી અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરે નું તપાસ્યું બેગ, પૂર્વ મુખ્યમંત્રીને આવી ગયો ગુસ્સો, વીડિયો શૂટ કરી આ માંગ..
Vadodara IOCL fire : બેન્ઝીન ટાંકીમાં વિસ્ફોટને કારણે આગ
પ્રારંભિક માહિતી અનુસાર, જોરદાર વિસ્ફોટ બાદ 1000 કિલોલીટરની બેન્ઝીન ટેન્કમાં આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી? IOCLના સ્થાનિક અધિકારીઓએ હજુ સુધી આ અંગે કંઈ જણાવ્યું નથી. આ મામલે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)