News Continuous Bureau | Mumbai
Vadodara news : આપણે બહારગામ જઈએ ત્યારે તાળુ તૂટવાની ચિંતા સતાવતી હોય છે. આવી સ્થિતિમાં લોકરમાં સામાન સુરક્ષિત માનીને તેમાં રાખી દઈએ છીએ. પરંતુ હવે તેના પર પણ ભરોસો થાય તેમ નથી. ગુજરાતના વડોદરાના ભાયલી વિસ્તારમાં તસ્કરોની ટોળકી મધરાત્રે 3 વાગ્યાના આસપાસ ઘરનું તાળું તોડી લોકર માથે ઉઠાવીને લઇ જતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
Vadodara news : જુઓ વિડીયો
In the Bhayli area of Vadodara, Monalisa Society faces a new threat from the ‘Chaddi-Baniyan’ gang. Over the past week, this gang has targeted three bungalows, breaking locks and instilling fear. CCTV footage captures them wielding weapons and tools. Concerns over the efficacy of… pic.twitter.com/J7WnZfDRUP
— Our Vadodara (@ourvadodara) May 26, 2024
Vadodara news : પોલીસના પેટ્રોલીંગ પર ઉઠવા લાગ્યા સવાલો
સોશિયલ મીડિયા પર વાયરલ એક ફુટેજમાં જોવા શકાય છે કે, ચાર પૈકી એક તસ્કરના માથે તિજોરીનું લોકર છે. તેને સાચવીને તેઓ ધીમા પગે જઇ રહ્યા છે. બીજા એક ફુટેજમાં સિક્યોરીટી ગાર્ડ દંડા પછાડતો ચોરોની પાછળ દોડે છે. પરંતુ ચોરો ભાગવામાં સફળ થઇ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તસ્કરો દ્વારા સિક્યોરીટી ગાર્ડને પથ્થરો મારવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Stage Collapsed : માંડ માંડ બચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સ્ટેજ પર આવતા જ અચાનક તૂટી પડ્યો મંચ.. જુઓ વિડીયો..
Vadodara news : ટોળકીએ ત્રણ બંગલાને નિશાન બનાવ્યા
પોસ્ટ માં આ વિડીયો વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મોનાલીસા સોસાયટી નો હોવાનો દાવો કરાયો છે. સાથે પોસ્ટમાં લખ્યું છે કે વડોદરાના ભાયલી વિસ્તારમાં મોનાલિસા સોસાયટીને ‘ચડ્ડી-બનિયાં’ ગેંગનો નવો ખતરો છે. છેલ્લા એક સપ્તાહમાં આ ટોળકીએ ત્રણ બંગલાને નિશાન બનાવ્યા છે, તાળા તોડીને ભય ફેલાવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં તેઓ શસ્ત્રો અને સાધનો ચલાવતા ઝડપાયા છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની અસરકારકતા અંગે ચિંતાઓ ઊભી થઈ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)