Site icon

ભારતીય સેનામાં મહિલાઓનો દબદબો! 108 મહિલા અધિકારીઓનું કર્નલ રેન્ક પર પ્રમોશન

ભારતીય સેનામાં મહિલાઓ પોતાની ધાક જમાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે સેનામાં મહિલાઓની ભૂમિકાનો વિસ્તાર થઈ રહ્યો છે. એવા અહેવાલ છે કે ભારતીય સેના મહિલા અધિકારીઓને કર્નલના પદ પર પ્રમોટ કરવામાં આવશે

108 women officers to be Colonels, can lead Army units first time

ભારતીય સેનામાં મહિલાઓનો દબદબો! 108 મહિલા અધિકારીઓનું કર્નલ રેન્ક પર પ્રમોશન

News Continuous Bureau | Mumbai

ભારતીય સેનામાં મહિલાઓ પોતાની ધાક જમાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે સેનામાં મહિલાઓની ભૂમિકાનો વિસ્તાર થઈ રહ્યો છે. એવા અહેવાલ છે કે ભારતીય સેના મહિલા અધિકારીઓને કર્નલના પદ પર પ્રમોટ કરવામાં આવશે. આ અંતર્ગત હવે લેફ્ટનન્ટ રેન્કની મહિલા અધિકારીઓને કર્નલના પદ પર પ્રમોશન આપવામાં આવશે. આ પ્રમોશન પછી આ મહિલા અધિકારીઓ કમાન્ડનું નેતૃત્વ કરશે. જણાવી દઈએ કે, હાલમાં જ સેનાએ આર્ટિલરીમાં મહિલા અધિકારીઓની ભરતીથી લઈને સિયાચીનમાં પ્રથમ મહિલા અધિકારીની તૈનાતી સુધીના ઘણા મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે.

Join Our WhatsApp Community

108 મહિલા અધિકારીઓને પ્રમોશન મળશે

સેનાએ માહિતી આપી કે કર્નલ રેન્કમાં કમાન્ડ અસાઇનમેન્ટ માટે 108 મહિલા અધિકારીઓની પસંદગી કર્નલ રેન્ક પર કરવામાં આવશે. આ માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સેનાએ આ પ્રક્રિયા માટે સુપરવાઈઝર તરીકે 60 મહિલા અધિકારીઓની પસંદગી કરી છે, જેઓ ખાતરી કરશે કે આ અધિકારીઓની પસંદગી સેનામાં લિંગ સમાનતાના માપદંડને પૂર્ણ કરે છે. આ સિવાય કર્નલ રેન્ક પર પ્રમોશન મેળવનાર તમામ મહિલા અધિકારીઓને જાન્યુઆરીમાં જ કમાન્ડ અસાઇનમેન્ટ પર પોસ્ટ કરવામાં આવશે.

જાન્યુઆરીના અંત સુધીમાં તૈનાત કરવામાં આવશે

જાણવા મળ્યું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં વિવિધ શાખાઓમાં કર્નલના પદ પર બઢતી મેળવનાર મહિલા અધિકારીઓની પ્રથમ બેચની પોસ્ટિંગની સૂચના પણ બહાર પાડી દેવામાં આવશે. ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને તેમના પુરૂષ સમકક્ષોની બરાબર લાવવા માટે, 9 જાન્યુઆરીથી વિશેષ પસંદગી બોર્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીએ પૂર્ણ થશે. 1992 થી 2006 બેચમાં વિવિધ શાખાઓમાં કુલ 108 કર્નલ રેન્કની જગ્યાઓ ખાલી છે. આ માટે કુલ 244 મહિલા અધિકારીઓમાંથી 108ને પ્રમોશન આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  કેનેડા સરકાર તેમના નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા આલ્કોહોલ નિયંત્રણ નિયમ પર ભાર મુકી રહી છે

પ્રથમ વખત મહિલા અધિકારીઓ બટાલિયનને કમાન્ડ કરશે

આ પગલાંની સાથે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સેનાના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કર્નલના રેન્કમાં બટાલિયનના કમાન્ડ અસાઇનમેન્ટ માટે મહિલા અધિકારીની પસંદગી કરવામાં આવશે.

Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
Exit mobile version