News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં દેશના યુવાનો ( youth ) યુવતીઓને રોજગારીપત્રો ( employment Letters ) આપવાની દસમી શૃંખલામા 51000થી વધુ રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. વડોદરા ( Vadodara ) સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ( Pandit Deendayal Upadhyaya Nagargriha ) ખાતે રોજગારીપત્રો વિતરણ કરવાના સમારોહનું આયોજન પશ્ચિમ રેલવેના ( Western Railway ) વડોદરા ડિવિઝન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં રોજગારીપત્રો વિતરણની દસમી કડીનો પ્રારંભ દિપ પ્રકાટાવીને કરવામાં આવ્યો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના ડિઆરએમ જીતેન્દ્ર સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે દેશનાં પ્રધાનમંત્રી સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટેની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

10th edition of Rojgar Mela, the Prime Minister digitally distributed over 51,000 appointment letters to various government departments and institutions
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ સમારોહમાં ઉપસ્થિત રોજગારી મેળવતા ઉમેદવારોને આવકારીને તેમને અભિનંદન આપ્યા હતા.તેમને સરકારની યુવાનો અને મહિલાઓ માટેની યોજનાઓ વિશે તેમજ વર્તમાન કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યોનો ચિતાર આપ્યો હતો. ત્યારબાદ દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે આજે રોજગારી મેળવનાર યુવાનો યુવતીઓને સંબોધન કરીને શુભેચ્છા આપી હતી. સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્તિ મેળવનાર યુવાનો યુવતીઓને લોકોની સેવા કરવા માટે જણાવ્યું હતું.

10th edition of Rojgar Mela, the Prime Minister digitally distributed over 51,000 appointment letters to various government departments and institutions
આ સમાચાર પણ વાંચો : Blast At Convention Centre In Kerala : કેરળના કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ! ખ્રિસ્તીઓની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ, એકનું મોત, આટલાથી વધુ ઘાયલ.. જાણો વિગતે..
વડોદરામાં રોજગારીપત્રો વિતરણ સમારોહમાં સરકારના વિવિધ વિભાગોમા કુલ 67 યુવાનો યુવતીઓને રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા. જેમાં રેલ્વેમાં 37, પોસ્ટલમાં 13, આવકવેરા વિભાગમાં 3 ઓરીએન્ટલ વીમા કંપનીમાં 9, સીઆરપીએફમાં 1,એસબીઆઈઅને પીઆઈબી બેંકમાં એક એક, કેન્દ્રીય વિધ્યાલયમાં એક અને એસવીએનઆઈટીમાં 1 મળી કુલ 67 જણાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા.

10th edition of Rojgar Mela, the Prime Minister digitally distributed over 51,000 appointment letters to various government departments and institutions