News Continuous Bureau | Mumbai
મોદી સરકારે ( India ) ભારતમાં રમકડાં ( toys ) વેચતી લગભગ 160 ચીની કંપનીઓને ( Chinese firms ) ફરજિયાત ગુણવત્તા પ્રમાણપત્ર ( certificate ) આપવાનું બાકી છે. આ મોડુ થવા પાછળ કોવિડ- 19 મહામારી હોવાનું કહેવાય છે. ભારતે જાન્યુઆરી 2021માં જ દેશમાં રમકડાંના વેચાણ માટે ભારતીય માપદંડ બ્યૂરોમાંથી ISI ગુણવત્તા સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરી દીધું છે.
મીડિયા રિપોર્ટ મુજબ BISના ડાયરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં લગભગ 160 ચાઇનીઝ રમકડાની કંપનીઓએ BIS ગુણવત્તા પ્રમાણપત્ર માટે અરજી કરી છે. કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને અમે હજુ સુધી તેમને પ્રમાણપત્ર જારી કર્યું નથી.
સામાન્ય રીતે ફેક્ટરીઓના નિરીક્ષણ પછી BIS ગુણવત્તા પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે BIS અધિકારીઓ રોગચાળાના પ્રતિબંધો અને આરોગ્યની ચિંતાઓને કારણે ચીનની મુલાકાત લઈ શક્યા નથી. તિવારીએ ચાઈનીઝ ટોય કંપનીઓ વિશે કહ્યું કે, તેઓએ અમને ઈન્સ્પેક્શન માટે આમંત્રણ આપ્યું નથી અને અમે પણ રોગચાળાને કારણે ચીન જઈ શક્યા નથી. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં BIS એ 29 વિદેશી રમકડા ઉત્પાદકોને ગુણવત્તા પ્રમાણપત્રો આપ્યા છે, જેમાં 14 વિયેતનામના છે. દરમિયાન, BIS એ 982 ભારતીય રમકડા ઉત્પાદકોને ગુણવત્તા પ્રમાણપત્રો પણ જારી કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: શિંદે-ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? શિંદે જૂથના આ ધારાસભ્યએ જણાવી તારીખ…