ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ત્રણ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલી પ્રતિક્રિયાત્મક કાર્યવાહીમાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક બંકરો નાશ પામ્યા.
સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાને પુંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં સવારે 9.30 વાગ્યે એલઓસીની સાથે નાના હથિયારોથી ફાયરિંગ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં રાખ ચિકરી વિસ્તારમાં પાકિસ્તાનની ચોકી પર ફાયરિંગ કર્યું, જેમાં 10 બલોચ રેજિમેન્ટના બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું… વધુમા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય તરફ કોઈ મોટું નુકસાન કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ગોળીબારમાં જોર પકડ્યું છે, પ્રથમ છ મહિનામાં 10 જૂન સુધીમાં 2,027 વાર ઉલ્લંઘનના કેસ નોંધાયા છે.. ઉલ્લેખનીય છે કે જ્યારથી ભારતીય સેનાએ આતંકવાદીઓને લઈને "ઓપરેશન ઓલ આઉટ" શરૂ કર્યું છે ત્યારથી આ લોકો ના અત્યાર સુધીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેને કારણે બહાવરુ બનેલુ પાકિસ્તાન એલઓસી પર છાશવારે ફાયરિંગ કરતું હોય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com