News Continuous Bureau | Mumbai
5th Generation Fighter Jet: ભારત પોતાના રક્ષણ તંત્રને મજબૂત બનાવવા માટે 5મી પેઢીના ફાઈટર જેટ AMCA (Advanced Medium Combat Aircraft) પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યો છે. દેશી ફાઈટર જેટ બનાવવા માટે સૌથી મોટી અડચણ એન્જિન ટેકનોલોજી રહી છે. Tejas MK1A માટે General Electric દ્વારા એન્જિનની વિલંબિત સપ્લાયથી ભારતે મહત્વની શીખ મેળવી છે.
5th Generation Fighter Jet: એન્જિનના સ્વદેશી વિકાસ માટે બે વૈશ્વિક કંપનીઓ શૉર્ટલિસ્ટ
હવે ભારતે AMCA માટે 110–130 kN થ્રસ્ટ ક્લાસના એન્જિનના સ્વદેશી વિકાસ માટે બે વૈશ્વિક કંપનીઓ—બ્રિટનની Rolls-Royce અને ફ્રાન્સની Safran—ને શૉર્ટલિસ્ટ કરી છે. બંને કંપનીઓ DRDOના Bengaluru સ્થિત GTRE (Gas Turbine Research Establishment) સાથે ટેકનોલોજી ટ્રાન્સફર અને IPR શેરિંગ માટે તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ક્યારે થશે? ચર્ચા કરવા માટે ભારતીય ટીમ અમેરિકા રવાના, શું આ વખતે સારા સમાચાર મળશે?
AMCAનું પ્રથમ ઉડાન 2029–30 સુધી અને સંપૂર્ણ તૈનાતી 2035 સુધીમાં થવાની આશા છે. Mk-1 મોડલમાં GE F414 એન્જિન હશે, જ્યારે Mk-2 મોડલમાં સ્વદેશી એન્જિન લાગશે. Safran એ Rafaleના M88 એન્જિન આધારિત પ્રોટોટાઇપ માટે સહયોગ આપવાની ઓફર કરી છે અને કાવેરી એન્જિન પ્રોગ્રામને ફરીથી જીવંત કરવાની વાત પણ કરી છે.
5th Generation Fighter Jet: વિદેશી વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે સરકાર
સરકાર AMCA સાથે સાથે તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને F-35 (USA) અને Su-57 (Russia) જેવા વિદેશી વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. પાકિસ્તાન J-10C અને ચીનથી નવી પેઢીના ફાઈટર ખરીદી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે મિડ-એર રિફ્યુલર્સ અને AWACS ખરીદી પણ પ્રાથમિકતા આપી છે.