જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના, બે વાહનોની ટક્કરમાં આટલા મજૂરોના નિપજ્યા મોત..

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવાર સવારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે.

by kalpana Verat
7 Killed, 2 Injured In Jammu And Kashmir Accident: Police

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે.

અકસ્માતની પુષ્ટિ કરતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ બે લોકો ઘાયલ થયા છે. જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર જિલ્લા મુખ્યાલયથી દૂર છે. રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. મૃતકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી, પરંતુ તે તમામ મજૂર અને સ્થાનિક હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2000ની નોટ સિવાય 5000 અને 10000 રૂપિયાની નોટ પણ લાવવા માંગતી હતી પરંતુ…

આર્મીનું હેલિકોપ્ટર પણ અકસ્માતનો ભોગ બન્યું હતું

જોકે કિશ્તવાડમાં બનેલી આ દર્દનાક દુર્ઘટના પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા, આર્મીનું એક હેલિકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં ફ્લાઈટ ટેકનિશિયનનું મૃત્યુ થયું હતું અને બે પાઈલટ ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

You may also like