ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે, જેના પ્રથમ પ્રયાસમાં આઠ સમુદ્રતટને પહેલી વારમાં જ 'બ્લુ ફ્લેગ' પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશના પાંચ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત ભારતના આઠ દરિયાકિનારામાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટને એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ ગણાવી છે. પ્રમાણપત્ર આપવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમના પ્રતિષ્ઠિત સભ્યોમાં યુએનઇપી, યુએનએનટીઓ, ફી, આઈયુસીએન શામેલ હતા.
બ્લુ ફ્લેગ' આપીને દરિયાકિનારા શિવરાજપુર (દ્વારકા-ગુજરાત), ઘોઘલા (દીવ), કાસારકોડ અને પદુબિદ્રી (કર્ણાટક), કાપડ (કેરળ), રૂશીકોંડા (આંધ્રપ્રદેશ), ગોલ્ડન (પુરી-ઓડિશા) અને રાધા નગર (આંદામાન-નિકોબાર આઇલેન્ડ્સ).
દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ સમિતિ દ્વારા ભારતને ત્રીજું ઇનામ આપવામાં આવ્યું છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, "ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો પ્રથમ દેશ છે, જેણે ફક્ત 2 વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે."
જાપાન, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત- એવા અન્ય એશિયાઈ દેશો છે કે જેને બે સમુદ્રતટ માટે બ્લુ ફ્લેગથી નવાજવામાં આવ્યાં , અને તે પણ લગભગ 5 થી 6 વર્ષના સમય બાદ. ભારત હવે 50 'બ્લુ ફ્લેગ' દેશોના જૂથમાં શામેલ છે. આગામી પાંચ વર્ષમાં દેશમાં આવા 100 દરિયાકિનારા માટે બ્લુ ફ્લેગ સન્માન મેળવવાની યોજના છે. આમ વિશ્વ પણ હવે ભારતનો ધીમે પરંતુ મક્કમ અને સ્થાયી વિકાસને નોંધી રહયું છે.
