9000 HP locomotive engine : દાહોદમાં દેશનું પ્રથમ 9000 HP લોકોમોટિવ એન્જિન લોન્ચ, માલ પરિવહનના ક્ષેત્રમાં રેલવેના નવા યુગની થઈ શરૂઆત

9000 HP locomotive engine : મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ નિર્મિત આ એન્જિન અતિઆધુનિક IGBT-આધારિત પ્રોપલ્શન ટેકનિકથી સુસજ્જિત છે, જે ઉર્જા કાર્યક્ષમતા અને સંચાલન પ્રદર્શનને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.

News Continuous Bureau | Mumbai

9000 HP locomotive engine  : 

Join Our WhatsApp Community

ભારતીય રેલવેએ માલવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26 મે, 2025 ના રોજ ગુજરાતના દાહોદ ખાતે આવેલ રોલિંગ સ્ટૉક વર્કશૉપમાં લોકો નિર્માણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવવું આ પરિવર્તનની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. એક એવું પગલુ જે ઝડપી ગતિ, માલવહનમાં વૃદ્ધિ અને સતત વિકાસને ગતિ આપવાની પ્રતિબદ્ધતાથી પરિપૂર્ણ હશે. આ અતિઆધુનિક સુવિધામાં 9,000 હૉર્સપાવર ક્ષમતાના 1,200 અતિઆધુનિક ઇલેક્ટ્રિક માલવાહક એન્જિનોનું નિર્માણ કરવામાં આવશે. આનાથી મેક ઈન ઈન્ડિયા, મેક ફૉર ધ વર્લ્ડને પ્રોત્સાહન મળશે.

9000 HP locomotive engine Indian Railways' first 9,000 HP electric locomotive engine inaugurated by PM Modi

 

આ એન્જિન 4,500 થી 5,000 ટન સુધીના ભારે માલને અતિ ઊંચાણ પર પણ સરળતાથી લઈ જવામાં સક્ષમ છે. જેનાથી ભારે માલવહન પરિવહનમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ નિર્મિત આ એન્જિન અતિઆધુનિક IGBT-આધારિત પ્રોપલ્શન ટેકનિકથી સુસજ્જિત છે, જે ઉર્જા કાર્યક્ષમતા અને સંચાલન પ્રદર્શનને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આ વિશેષતાઓ ભારતીય રેલવેને આધુનિક, ભરોસાપાત્ર અને પર્યાવરણ અનુકૂળ માલવાહક લોજિસ્ટિકના અગ્રણી પથ પર લઈ જાય છે.

 

9000 હૉર્સપાવરના આ લોકોમોટિવ ભારતીય રેલવે દ્વારા વિકસિત સૌથી શક્તિશાળી સિંગલ-યુનિટ ઈલેક્ટ્રિક એન્જિન છે. અત્યાર સુધી માલવાહક એન્જિન સામાન્યપણે 4500 અથવા 6000 હૉર્સપાવનની ક્ષમતાવાળા ચાલતા હતા. જ્યારે 12,000 હૉર્સપાવરના એન્જિન પણ છે, જે બે 6000 હૉર્સપાવર યુનિટને જોડીને બનાવવામાં આવે છે. આનાથી વિપરિત, દાહોહમાં નિર્મિત આ એન્જિન એકિકૃત ઉચ્ચ-શક્તિ સમાધાન આપે છે, જે લાંબી અને ભારે માલગાડીઓને સરળતાથી ખેંચી શકે છે. આ વધેલી ક્ષમતાનો અર્થ છે ઓછી ટ્રિપ્સમાં વધારે માલ પરિવહન. જેનાથી સમયની બચત, ભીડભાડમાં ઘટાડો અને બહેતર લોજિસ્ટિક કાર્યક્ષમતા સુનિશ્ચિત થાય છે. આનાથી રેલવે વ્યવહાર વૈવિધ્યપૂર્ણ થશે. જેનાથી વ્યસ્ત માર્ગો પર દબાણ ઘટશે. સાથે જ, માનવ સંસાધન અને ઉર્જા ખર્ચમાં ઘટાડો આવશે. આ બધા લાભ ઉદ્યોગો માટે લોજિસ્ટિક પડતરને ઘટાડીને મૂલ્ય પ્રતિસ્પર્ધા અને આપૂર્તિ શ્રેણીને ઉત્તમ બનાવશે.

 

એક સમય એવો પણ હતો જ્યારે રેલવે કામોના મુખ્ય કેન્દ્ર રહેલા દાહોદમાં પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ હતી.2022 માં વડાપ્રધાન મોદીએ આને રેલવે નિર્માણના નવા કેન્દ્રરૂપે પુનઃસ્થાપિત કરવાનો અભિગમ રાખ્યો. આજે આ અભિગમ સાકાર થઈ રહ્યું છે. લોકો નિર્માણ કેન્દ્ર ભારતીય રેલવે માટે બ્રૉડ ગેજ અને નિકાસ માટે સ્ટાન્ડર્ડ ગેજ બંને પ્રકારના એન્જિન બનાવવામાં સક્ષમ છે. આ દ્વિક્ષમતા ભારતને વૈશ્વિક રેલવે નિર્માણ બજારમાં મજબૂત સ્થિતિ અપાવે છે. આ પરિયોજનામાં 89% ભાગો ભારતમાં બનાવવામાં આવ્યા છે, જેનાથી આ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફૉર વર્લ્ડ’ બંને અભિયાનોને અનુરૂપ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Waterlogged : મુંબઈના હિંદમાતા, ગાંધી માર્કેટ, યલો ગેટ અને ચુનાભટ્ટીની ડ્રેનેજ સિસ્ટમ બંધ; પાલિકાએ ચાર કંપનીઓને ફટકાર્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ

9000 હૉર્સપાવર એન્જિની ખાસિયત તેના ટકાઉપણામાં રહેલી છે. આનું નિર્માણ હરિત ઉર્જથી સંચાલિત ફેક્ટરીમાં થાય છે, જેને ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટેગ મળ્યું છે. આ ઉપરાંત, આમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેકનિક પણ છે, જે બ્રેક લાગવા પર ઉર્જાને ગ્રીડમાં પરત મોકલે છે. જેનાથી કાર્બન ફુટપ્રિન્ટ ઓછું થાય છે. આ વિશેષતાઓ ભારતની પર્યાવરણ પ્રતિબદ્ધતાઓને સશક્ત બનાવે છે.

આ એન્જિનમાં ‘કવચ’ સિસ્ટમ (ભારતની સ્વદેશી અથડામણ-રોધક સિસ્ટમ), એરક્ન્ડિશન્ડ ડ્રાઈવર કેબિન, ઓછો ઘોંઘાટ અને ધ્રુજારી જેવી વિશેષતાઓ છે, જે સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરાવે છે. એન્જિનની દરેક તરફ લાગેલા કેમેરા દેખરેખ અને સુરક્ષાને બહેતર બનાવે છે. આના શૌચાલયમાં ઈલેક્ટ્રોનિક લૉક હોય છે જે ફક્ત એન્જિનના સ્થિર થવા પર ખુલે છે. જેનાથી કાર્યકારી શિસ્ત સુનિશ્ચિત થાય છે.

દાહોહ સુવિધાની એક મુખ્ય વિશેષતા કૌશલ વિકાસ પર ભાર છે. એક વર્ચ્યુઅલ ડિજિટલ મૉડલ વિકસિત કરવામાં આવ્યું છે, જે મિકેનિકો અને ડ્રાઈવરોને તાલીમ આપવામાં સહાયતા કરે છે. આ પરિયોજનાથી જોડાયેલા માળખાગત વિકાસ હેઠળ 85% નોકરીઓ સ્થાનિક યુવાનોને મળી છે. કાર્યબળની ટેકનિકલ ક્ષમતાઓને વધારવા માટે વિશેષ તાલીમ મૉડ્યુલ બનાવવામાં આવ્યા છે. આ લોકો નિર્માણ કેન્દ્ર ફક્ત રોજગાર સર્જન જ નથી કરી રહ્યું, પરંતુ દાહોદ ક્ષેત્રમાં ઉદ્યોગો અને આધારભૂત માળખાના વિકાસને ગતિ પણ આપી રહ્યું છે.

9000 હૉર્સપાવર એન્જિન માલવહન પરિવહનની નવી સિસ્ટમનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આની શક્તિ, કાર્યક્ષમતા અને ડિઝાઈન ભારતીય રેલવેને વધુ પ્રતિસ્પર્ધી, વધુ ટકાઉ અને ભવિષ્યની જરૂરિયાતો માટે બહેતર સુસજ્જિત બનાવશે. ટેકનિક, ક્ષેત્રીય વિકાસ અને વૈશ્વિક અભિગમના સંયોજનથી દાહોદમાં બનેલું આ એન્જિન ફક્ત ભારતમાં જ નહી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ માલવહન પરિવહનની દિશાને નવા પરિમાણ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India Taxi: ઓલા-ઉબેરની દાદાગીરીનો અંત! સરકાર લાવી ‘ભારત-ટેક્સી’, કમિશન ઘટશે અને ભાડું પણ સસ્તું થશે, જાણો કેવી રીતે?
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Air India: ભાષાનો વિવાદ એર ઇન્ડિયા માં: ‘મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત!’ – ફ્લાઇટમાં મહિલાનો બિઝનેસમેન સાથે ઝઘડો, જુઓ વીડિયો
Bus accident: ”ચારે તરફ ધુમાડો અને ચીસો…’ બસ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર (U-7)નો હૃદયદ્રાવક અનુભવ, સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version