News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી કેસ(Gyanvapi case)માં મુસ્લિમ પક્ષ(Muslim side)ને મોટો ઝટકો લાગ્યો છે.
જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી(Anjuman Inazania Masjid Committee)ના વરિષ્ઠ વકીલ(Senior lawyer) અભય નાથ યાદવ (Abhay Nath Yadav)નું નિધન થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ તેમનું નિધન હાર્ટ એટેક(heart attack)ના કારણે થયું છે.
રવિવારે મોડી રાત્રે તેમને બેચેની અને છાતીમાં દુખાવો અનુભવાતા તેમને મકબૂલ આલમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં માત્ર અભય નાથ અડધો ડઝન કેસોની વકીલાત કરી રહ્યા હતા. શ્રૃંગાર ગૌરી કેસમાં તેમની દલીલો ચર્ચામાં રહી હતી.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા