ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે બહુ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની રસી માટે લોકો હાલ વલખાં મારી રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિના પછી ભારતમાં રસીની કોઈ ખેંચ નહીં રહે. એટલું જ નહીં, ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ આખા દેશના તમામ નાગરિકોનું એકસાથે ત્રણ મહિનામાં રસીકરણ થઈ જશે.
ભારતમાં અનેક પ્રકારની રસી ઉપલબ્ધ હશે, જેની સૂચિ નીચે મુજબ છે.
૧. કોવિશિલ્ડ – ૭૫ કરોડ ડોઝ
૨. કોવેક્સિન – 55 કરોડ ડોઝ
૩. બાયો ઈ સબ વેક્સિન – 30 કરોડ ડોઝ
૪. ઝાયડસ કેડિલા – પાંચ કરોડ ડોઝ
૫. એસ. આઇ. આઇ. નોવા વેક્સ – 20 કરોડ ડોઝ
૬. બીબી નેસલ – દસ કરોડ ડોઝ
૭. સીનોવા એમ. આર. એન. એ. – છ કરોડ ડોઝ
૮. સ્પુટનિક – ૧૫ કરોડ ૬૦ લાખ ડોઝ
12 વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર. કરી આ માંગ
આમ ભારત સરકારે કોરોનાનાં મૂળિયાં ઉખાડી નાખવા માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશનનો જોરદાર કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.
શક્ય છે કે ત્યારબાદ ભારતમાંથી કોરોનાની વિદાય થાય.