Site icon

સૌથી મોટા સમાચાર : ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં કોરોનાની ૨૧૬ કરોડ રસી ઉપલબ્ધ હશે.

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે બહુ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની રસી માટે લોકો હાલ વલખાં મારી રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિના પછી ભારતમાં રસીની કોઈ ખેંચ નહીં રહે. એટલું જ નહીં, ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ આખા દેશના તમામ નાગરિકોનું એકસાથે ત્રણ મહિનામાં રસીકરણ થઈ જશે.

કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારવા વધુ એક સરકારી પેનલે ભલામણ કરી. તો શું હવે બીજો ડોઝ પણ લાંબા સમય પછી મળશે? જાણો ક્યારે મળશે?

ભારતમાં અનેક પ્રકારની રસી ઉપલબ્ધ હશે, જેની સૂચિ નીચે મુજબ છે.

૧. કોવિશિલ્ડ – ૭૫ કરોડ ડોઝ

૨. કોવેક્સિન – 55 કરોડ ડોઝ

૩. બાયો ઈ સબ વેક્સિન – 30 કરોડ ડોઝ

૪. ઝાયડસ કેડિલા – પાંચ કરોડ ડોઝ

૫. એસ. આઇ. આઇ. નોવા વેક્સ – 20 કરોડ ડોઝ

૬. બીબી નેસલ – દસ કરોડ ડોઝ

૭. સીનોવા એમ. આર. એન. એ. – છ કરોડ ડોઝ

૮. સ્પુટનિક – ૧૫ કરોડ ૬૦ લાખ ડોઝ

12 વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર. કરી આ માંગ

આમ ભારત સરકારે કોરોનાનાં મૂળિયાં ઉખાડી નાખવા માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશનનો જોરદાર કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

શક્ય છે કે ત્યારબાદ ભારતમાંથી કોરોનાની વિદાય થાય.

PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Madvi Hidma: આંધ્ર પ્રદેશ પોલીસની મોટી સફળતા: માડવી હિડમાનું નેટવર્ક તબાહ, 7 માઓવાદી ઠાર, આટલા ની ધરપકડ
Bihar Government: બિહારના નવા મંત્રીમંડળની સંભવિત યાદી તૈયાર: જુઓ નીતિશ કેબિનેટમાં કોણ-કોણ બની શકે છે મંત્રી?
Exit mobile version