News Continuous Bureau | Mumbai
ગત 28 જુલાઇથી ઈગ્લેંડના(England) બર્મિંગહામ(Birmingham) શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સ 2022(Commanwealth games 2022)નું ગઈકાલે (સોમવારે) સમાપન થયું. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણા ખેલાડીઓએ(Players) સારું પ્રદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. વેટલિફ્ટર(Weightlifter) મીરાંબાઈ(Mirabai) ચાનુંના ગોલ્ડની(GOld medal) સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં (Hockey) સિલ્વર મેડલ(Silver Medal) સાથે પૂર્ણ થઈ હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સતત 18મી વખત ભાગ લીધો હતો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારતે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા(Australia), ઇંગ્લેન્ડ અને કેનેડા(Canada) પછી 4થા નંબરનું સ્થાન ભારતને મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના
આ વર્ષે બર્મિંગહામ રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ભારતે વેટલિફ્ટિંગ માં 10, ટેબલ ટેનિસમાં 7, બોક્સિંગમાં(Boxing) 7, બેડમિન્ટનમાં 6, એથલેટિ્ક્સમાં 8, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો છે, જ્યારે જૂડોમાં 3, હોકીમાં 2,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં 2 બે મેડલ જીત્યા છે.