1 મે થી દેશભરમાં અઢાર વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવાની સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી સરકાર ૪૫ વર્ષથી ઉપરના લોકોને મફત વેક્સિન આપી રહી હતી. પરંતુ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે 18 વર્ષથી ઉપરના લોકો ને ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. પરંતુ જે લોકો સક્ષમ છે અને વેક્સિનની કિંમત ચૂકવી શકે છે, તેમને સરકાર તરફથી અપીલ કરવામાં આવશે કે તેઓ પ્રાઇવેટ સેન્ટરમાં જઈને વેક્સિન લઈ લે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે માર્કેટમાં આ વેક્સિનની કિંમત કેટલા રૂપિયા સુધી હશે. જોકે અત્યારે સરકાર તરફથી પ્રાઇવેટ વેક્સિન સેન્ટરમાં વેક્સિનની અઢીસો રૂપિયા પ્રતિ ડોઝ જેટલી કિંમત રાખવામાં આવી છે.
રશિયન વેક્સિન સ્પુટનિક- V ને આયાત કરવાની તૈયારી કરી કરી રહેલા ડોક્ટર રેડ્ડી વેક્સિનની કિંમત અંદાજે સાડા સાતસો રૂપિયા જેટલી રાખી શકે છે. સરકારે આ રસીને મંજૂરી આપી દીધી છે. જોકે કિંમત અંગેનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ સિવાય બીજી કંપનીઓ વેક્સિન ના કિંમત સંદર્ભે કેન્દ્ર સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહી છે. જોકે પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ સિરમ ઈન્સટીટ્યુટ તેમની કોવિશિલ્ડ વેક્સિનને સરકારી હોસ્પિટલમાં 400 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયા પ્રતિ ડોઝ ની કિંમતે આપવાની છે.
મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 7 લાખની નજીક પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી 13 કરોડથી વધારે લોકોએ કરોના વેક્સિન લઈ લીધી છે.