ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે વેકસીન લીધા બાદ પણ કોરોના ની શક્યતા રહી જાય છે. જોકે આવા લોકોનું પ્રમાણ ઓછું છે. અત્યાર સુધી ભારત દેશમાં ૧૩ કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે.
જેટલા લોકોએ કોવેક્સિન નો બીજો દોષ લીધો છે તેમાંથી ૦.૦૪ ટકા લોકોને ફરી પાછો કોરોના થયો છે. જ્યારે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાંથી 0.03% લોકોને કોરોના થયો છે.
આ રાજ્યમાં કોરોના ની વેક્સિન તદ્દન મફત. સરકાર ચૂકવશે પૈસા.
આમ ભારત દેશમાં વેકસીન લીધા પછી કોરોના થનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે.