News Continuous Bureau | Mumbai
દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani) દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી(Defamation Petition) મામલે કોંગ્રેસી(Congress) નેતા જયરામ રમેશ(Jairam Ramesh) તથા પવન ખેરાને(Pawan Khera) સમન(Summon) પાઠવ્યું છે.
સાથે જ કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ(Tweet) દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો(Civil suit) દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.
ઉલ્લેખનીય છે કે પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં(Goa) ગેરકાયદેસર બાર(Illegal Bar) ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ