રવિવારે કેરેબિયન ટાપુ હૈતીમાં પણ બળવો થયો છે.
જોકે આ અસફળ રહ્યોં છે. આ મામલે સુપ્રીમ કોર્ટના જજ સહિત 24 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ લોકો પ્રમુખ જુવાનેલ મોઇઝને પદ ભ્રષ્ટ કરવા ઇચ્છતા હતા. બળવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી હૈતીમાં ગંભીર રાજકીય કટોકટી સર્જાઇ હતી.
એક વરિષ્ઠ પોલીસ અિધકારી પણ બળવામાં સંડોવાયેલો હતો.આ લોકો પાસેથી શસ્ત્રો અને રોકડ પૈસા કબજે કર્યા હતા.
ભાઈઓ બળવા ની મૌસમ ચાલુ લાગે છે. મ્યાનમાર પછી આ દેશ માં બળવો થયો. જાણો વિગત…
