Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Iran-Israel War Post: ૧૨ માર્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં શું છે ખાસ? જાણો ઈઝરાયેલ અને ઈરાન પર તેની અસર..

ટ્રમ્પના ‘અનકન્ડિશનલ સરેન્ડર’ (બિનશરતી આત્મસમર્પણ) બાદ સીઝફાયરની અટકળો તેજ; ૨૦૨૫ના ઈતિહાસનું પુનરાવર્તન થશે કે સ્થિતિ વધુ વણસશે?

Will the Israel-Iran War End on March 12 Trump’s ‘Unconditional Surrender’ Post Triggers Ceasefire Speculations.

Will the Israel-Iran War End on March 12 Trump’s ‘Unconditional Surrender’ Post Triggers Ceasefire Speculations.

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે પશ્ચિમ એશિયાના યુદ્ધમાં યુદ્ધવિરામ ની અટકળોને વેગ આપ્યો છે. ટ્રમ્પે શુક્રવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરી હતી કે, “ઈરાન સાથે બિનશરતી આત્મસમર્પણ સિવાય કોઈ ડીલ થશે નહીં!” આ પોસ્ટ બાદ નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી ૬ દિવસોમાં આ ભીષણ જંગનો અંત આવી શકે છે.

Join Our WhatsApp Channel

શું જૂની પેટર્ન મુજબ ૧૨ માર્ચે થશે સીઝફાયર?

આ અટકળો પાછળ એક ખાસ કારણ છે. ૧૭ જૂન ૨૦૨૫ના રોજ જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ૧૨ દિવસનું યુદ્ધ ચાલ્યું હતું, ત્યારે પણ ટ્રમ્પે બરાબર આ જ શબ્દો – “બિનશરતી આત્મસમર્પણ” – પોસ્ટ કર્યા હતા. તે પોસ્ટના ઠીક ૬ દિવસ બાદ એટલે કે ૨૩ જૂને યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જો આ વખતે પણ તે જ પેટર્ન ચાલુ રહે, તો ૧૨ માર્ચ ૨૦૨૬ સુધીમાં સીઝફાયરની જાહેરાત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Russia Enters Middle East Conflict: પુતિનનો માસ્ટરસ્ટ્રોક કે અમેરિકાને પડકાર? ઈરાનને મળેલી ગુપ્ત માહિતીથી મિડલ ઈસ્ટમાં ફેલાયો ખળભળાટ; રશિયાની એન્ટ્રીથી વોશિંગ્ટન ચિંતિત..

ઈરાનને ફરી મહાન બનાવવાનો (MIGA) વાયદો

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં માત્ર શરતો જ નથી મૂકી, પરંતુ ઈરાનના ભવિષ્ય માટે એક વિઝન પણ રજૂ કર્યું છે. તેમણે લખ્યું કે, “ઈરાનમાં એક મહાન લીડરની પસંદગી થયા બાદ, અમે ઈરાનને બરબાદીના આરેથી પાછું લાવવા અને તેને આર્થિક રીતે પહેલા કરતા વધુ મજબૂત બનાવવા કામ કરીશું. ઈરાનને ફરી મહાન બનાવો (Make Iran Great Again – MIGA!).”

આ વખતે પડકારો વધુ મોટા છે

જોકે, ૨૦૨૫ અને ૨૦૨૬ની સ્થિતિમાં મોટો તફાવત છે:
યુદ્ધનો વ્યાપ: વર્તમાન જંગ એક ડઝનથી વધુ દેશોમાં ફેલાઈ ચૂકી છે.
નેતૃત્વનો અભાવ: સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ તેહરાન અત્યારે બદલાની આગમાં સળગી રહ્યું છે.
મધ્યસ્થીનું સંકટ: અગાઉ કતારે મધ્યસ્થી કરી હતી, પરંતુ આ વખતે કતાર પોતે જ સંકટમાં છે. ઈરાની ડ્રોન હુમલા બાદ તેની રાસ લફાન ફેસિલિટીને નુકસાન થયું છે અને એલએનજી (LNG) નિકાસ અટકી ગઈ છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પણ અત્યારે નરમ પડવાના કોઈ સંકેત આપ્યા નથી. તેમણે મધ્યસ્થી કરનારા દેશોને કહ્યું છે કે દબાણ ઈરાન પર નહીં પણ તે લોકો પર વધારવું જોઈએ જેમણે આ આગ લગાવી છે. ૧૨ માર્ચ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દુનિયાની નજર ટ્રમ્પના આ ‘હિન્ટ’ પર ટકેલી છે.

 

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version