દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઓસરતાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર ઘટીને ચાર મહિનાના તળિયે ; જાણો હાલ કેટલા ટકા લોકો છે બેરોજગાર 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

મંગળવાર  

દેશમાં કોરોનાની બીજી લહેર ઓસરતા ફરી અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે.  

જુલાઈમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. 

ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે. 

ગ્રામીણ બેરોજગારીનો દર ઘટીને 6.3% થયો છે અને શહેરી બેરોજગારી 8%થી ઉપર રહી છે.

દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં વૃદ્ધિ પણ દર્શાવી રહી છે સ્થિતિ સુધરી રહી છે અને નાની-મોટી કંપનીઓ આગળ આવીને રોજગાર સર્જન કરી રહી છે.

આ સિવાય આઇએચએસ માર્કિટના સોમવારે જાહેર થયેલ ડેટામાં જોવા મળ્યું કે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ ગત મહિને કોરોના વાયરસના નિયંત્રણો હળવા થતા ઝડપથી વધી રહી છે.

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More