ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
આપણા બહાદુર સૈનિકો શિયાળાની ઋતુ અને કડકડતી ઠંડી વચ્ચે લોકો પોતાના ઘરની અંદર બેઠા હોય ત્યારે લોહી થીજાવી દે તેવા તાપમાન વચ્ચે દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક અને જમ્મુ-કાશ્મીરની આગળની પોસ્ટ પર હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કડકડતી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત જવાનોનો ઉત્સાહ ઓછો થયો નથી. આ સૈનિકો બરફથી ઢંકાયેલી ચાદરની વચ્ચે ગોરખા ખુકરી નૃત્ય કરતા જોઈ શકાય છે.
ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ દરેક ભારતીય જવાનોના જુસ્સાને સલામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક ભારતીય સૈનિકો ગોરખા ખુકરી ડાન્સ કરી રહ્યા છે. જ્યાં આ જવાનો ડાન્સ કરી રહ્યા છે તે જગ્યાએ ચારેબાજુ બરફ જમા થયો છે અને ઉપરથી હિમવર્ષા ચાલુ છે. સરહદ પર તૈનાત આપણા જવાનો સુરક્ષાની ફરજ કેટલી જવાબદારીપૂર્વક નિભાવે છે. શૂન્યથી નીચેના તાપમાનમાં પણ આ જવાનોનો જુસ્સો ઓછો થતો નથી. ભારતીય સેનાના જવાન કોઈપણ પ્રકારના તણાવ અને મુશ્કેલી વિના બરફ વચ્ચે આપણી સુરક્ષા માટે દિવસ-રાત લડી રહ્યા છે.
#WATCH Troops of the Indian Army performed 'Khukuri Dance' in the snow-clad ranges of the Tangdhar sector in the Kupwara district of north Kashmir.
Video source: Indian Army pic.twitter.com/9Rp3V1xNUB
— ANI (@ANI) January 8, 2022
