News Continuous Bureau | Mumbai
સરકારે જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી(Jamaat-e-Islami) સંલગ્ન ફલાહ-એ-આમ(Falah-e-Aam) દ્વારા સંચાલિત તમામ શાળાઓને(Schools) બંધ કરવાનો આદેશ જારી કર્યો છે.
આ તમામ શાળાઓને 15 દિવસમાં સીલ(Sealed) કરવામાં આવશે.
અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને(Students) નજીકની શાળાઓમાં એડમિશન(Admission) આપવામાં આવશે.
નવા સત્રમાં(new session) આ શાળાઓમાં કોઈ પ્રવેશ થશે નહીં.
રાજ્ય તપાસ એજન્સીએ(State Investigation Agency) શરુ કરેલી તપાસ બાદ, શાળા શિક્ષણ વિભાગના(Department of School Education) અગ્ર સચિવ બીકે સિંહ(Front Secretary BK Singh) દ્વારા આદેશમાં જારી કરાયો છે કે જિલ્લા વહીવટીતંત્ર(District Administration) સાથે ચર્ચા કરીને આ શાળાઓને સીલ કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં મોટો સાયબર હુમલો- મહારાષ્ટ્રમાં 70 સહિત દેશની 500થી વધુ વેબસાઈટ હેક – આ દેશોના હેકર્સની આશંકા