ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું છે.
વર્ષ 2022-23ના બજેટમાં નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવવાની જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને વધુ રાહત આપતા 48,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યુ છે.
આ સાથે હર ઘર નળ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.
આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.
સરકારના આ નિર્ણયથી હવે શહેરીની સાથે ગ્રામીણ ક્ષેત્રમાં પણ સસ્તા ઘરે લોકોને ધર મળી શકશે.
