Site icon

દેશમાં કોરોનાએ ફરી વધાર્યુ ટેન્શન. વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાનો સાથે કરશે આ દિવસે મહત્વની બેઠક. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai  

વિદેશમાં ચાઈના (China)સહિત અનેક દેશોમાં કોરોનાની ચોથી લહેરે(Covid-19 fourth wave) આતંક ફેલાવ્યો છે. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના કેસ(covid cases)માં વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેથી કોરોનાની પરિસ્થિતિને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ 27 એપ્રિલના દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે એક સમીક્ષા બેઠક કરવાના છે. 

Join Our WhatsApp Community

દેશમાં કોરોનાની ત્રીજી લહેર (coronavirus third wave)નિયંત્રણમાં આવતા કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. જોકે દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ધીમો વધારો થઈ રહ્યો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જણાઈ રહ્યો છે ત્યારે 27 એપ્રિલના યોજાઈ રહેલી કોવિડ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan)દેશમાં વધતા કોવિડ કેસોને લઈને એક પ્રેઝન્ટેશન આપવાના હોવાનું કહેવાય છે. આ બેઠકમાં રાજ્યનો મુખ્ય પ્રધાનની સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન(Union health minister) મનસુખ માંડવિયા અને સંબંધિત મંત્રાલયના અધિકારીઓ હાજર રહેવાના છે.

આ સમાચાર પણ વાંચો :   મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

આ બેઠકમાં કોવિડની ચોથી લહેરના આગમન અને તેને રોકવાને  લઈને ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે. એ સિવાય લોકોને બૂસ્ટર ડોઝ(booster dose) પણ મફતમાં આપવાને લઈને ચર્ચા કરવામાં આવશે એવું માનવામાં આવે છે. આ અગાઉ પણ વડા પ્રધાન કોવિડને લઈને રાજ્યનો મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી ચૂક્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં 2,593 કેસ નોંધાયા હતા. તેને પગલે દેશમાં કોવિડના દર્દીની કુલ સંખ્યા 4,25,19,479 થઈ ગઈ છે. તો હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,873 થઈ ગઈ છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version