વર્ષ 2024 ની ચૂંટણી હવે ભાજપ માટે પહેલા જેટલી આસાન નહીં હોય- બિહારના સત્તા પલટા પછી રાજનૈતિક વિશ્લેષકોની ભવિષ્યવાણી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) ભાજપ(BJP) અને જેડીયૂનું(JDU) ગઠ બંધન તૂટ્યા બાદ વિપક્ષી પાર્ટીમાં(opposition party) નવો જુસ્સો આવી ગયો છે. એચડી દેવગૌડા(HD Deve Gowda), અખિલેશ યાદવ(Akhilesh Yadav) સહિત ઘણા નેતા નીતિશ કુમારના(Nitish Kumar) આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી ચુક્યા છે. તો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને(general election) લઈને પણ વિપક્ષને(opposition) એક આશાનું કિરણ દેખાયું છે. હવે સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના(Swaraj India Party) અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે(Yogendra Yadav) કહ્યું કે, બિહારના આ નાટકીય ઘટનાક્રમથી ૨૦૨૪ લોકસભા ચૂંટણીનું(Lok Sabha elections) દ્રશ્ય સંપૂર્ણ રીતે બદલાય ગયું છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party) માટે.  તેમણે કહ્યું, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(National Democratic Alliance) હવે નબળું પડી રહ્યું છે કારણ કે એક-એક કરી ઘણા સહયોગી દળોએ ભગવા પાર્ટીથી અંતર બનાવી લીધુ છે. 

નોંધનીય છે કે બિહારમાં જેડીયૂના નીતિશ કુમારે રેકોર્ડ આઠમી વખત મુખ્યમંત્રી પદના શપથ(Chief Minister's Oath) લીધા છે. એક દિવસ પહેલા તેમણે એનડીએ(NDA) સાથે છેડો ફાડી આરજેડીનો હાથ પકડી લીધો છે. ત્યારબાદ બિહારમાં એકવાર ફરી મહાગઠબંધનની(Grand Alliance) સરકાર બની ગઈ છે. યોગેન્દ્ર યાદવે કહ્યુ, 'હવે આપણે ઔપચારિક રૂપથી જાહેરાત કરી શકીએ કે એનડીએનું મોત થઈ ચુક્યુ છે.' તેમણે કહ્યું, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે(BJP) આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ હાવી રહેશે પરંતુ બિહારની રાજનીતિએ(Bihar politics) આ ચર્ચાઓ પર વિરામ લગાવી દીધું છે. તેમણે કહ્યું, ૨૦૨૪મા બિહારમાં ભાજપે પાંસ સીટો જીતવા માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડશે. નોંધનીય છે કે યોગેન્દ્ર યાદવ અગ્નિપથ યોજના(Agnipath Scheme) વિરુદ્ધ અભિયાનમાં ભાગ લેવા માટે ઈન્દોર (Indore) પહોંચ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો :  NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં

સંયુક્ત કિસાન મોર્ચાએ(United Kisan Morcha) જય જવાન, જય કિસાન અભિયાન(Jai Jawan, Jai Kisan Campaign) ચલાવ્યું છે. તેમાં નિવૃત્ત સૈનિક(retired soldier) અને યુવાનો ભાગ લઈ રહ્યાં છે. કોંગ્રેસે(Congress) પણ આ અભિયાનનું સમર્થન કરવાની જાહેરાત કરી છે અને કહ્યું કે તે ૧૫ ઓગસ્ટ બાદ રસ્તા પર ઉતરશે. કોંગ્રેસનું કહેવું છે કે સંસદમાં(Parliament) ભાજપ સરકારે તેનો બોલવાનો સમય આપ્યો નહીં તેથી હવે રસ્તા પર ઉતરવું પડશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More