News Continuous Bureau | Mumbai
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે.
એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ.
