ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
કોરોનાના વધતા કેસ વચ્ચે દેશભરમાં આજથી પ્રિકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ ગયું છે. પ્રિકોશન ડોઝ દેશભરના સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને જ અપાશે. ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને આ પ્રિકોશનરી ડોઝ વરિષ્ઠ નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો હતો.
કોરોનાના આ બૂસ્ટર ડોઝનું રજીસ્ટ્રેશન શનિવારે શરુ કરી દેવામાં કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે રસી માટે પાત્ર લોકો સીધા રસીકરણ કેન્દ્ર પર પહોંચી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ પ્રિકોશન ડોઝ માટે શું છે પ્રક્રિયા જાણો અહીં બધું જ.
– હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈ શકે.
– પ્રિકોશન ડોઝ માટે ગંભીર રોગની શ્રેણીમાં હૃદય રોગથી સંબંધિત બિમારી ડાયબિટિસ, કિડની બિમારી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર અને અન્ય શરત સામેલ છે.
– ગંભીર બીમારીવાળા 60 કે તેનાથી વધુની ઉંમરના વૃદ્ધોને પીક્રોશન ડોઝ લેવા માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર નહિ પડે. જોકે આવા લોકોને પ્રિકોશન ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે.
– આ ત્રીજો પ્રિકોશન ડોઝ એવા સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને મળશે જેમને કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યાને 9 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હશે.
મુંબઈના ઘાટકોપરમાં કેમિકલ લીકેજની દુર્ઘટનામાં થયા આટલા મોત; જાણો વિગત
– સરકારે ચોખવટ કરી છે કે પ્રિકોશન ડોઝ કોરોનાની રસીના પહેલા અને બીજા ડોઝની જેમ જ હશે. જેમણે પહેલા કો-વેક્સિનનો ડોઝ લીધો હશે તેમને કો-વેક્સિન મળશે અને જેમણે પહેલા કોવિશિલ્ડનો ડોઝ લીધો હશે તેમને કોવિશિલ્ડ મળશે.
– પ્રિકોશન ડોઝ માટે Co-Win App પર નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈને રસી લઈ શકો છો. જો તમે લાઈનમાં ઉભા રહેવા માંગતા નથી, તો તમે સાઇટ પરથી અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો.
– જો તમે પ્રિકોશન ડોઝ લેવા જઈ રહ્યા છો, તો તમારી સાથે વોટર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માન્ય કોઈપણ દસ્તાવેજ વેક્સિનેશન સેન્ટર પર લઈને જાઓ. રસી લેતી વખતે તેમાંથી એક દસ્તાવેજ બતાવવો ફરજિયાત છે.
– જો તમે રસીનો ત્રીજો ડોઝ લેવા માટે સરકારી હોસ્પિટલમાં જઈ રહ્યા છો, તો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી આપવામાં આવશે.
શું ફરી એક વખત ધાર્મિક સ્થળો અને દારૂની દુકાન બંધ થશે? રાજેશ ટોપેએ કહી દીધી મોટી વાત… જાણો વિગત