ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
સુપ્રીમ કોર્ટે સ્કિન ટુ સ્કિન ટચના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને નિર્ણયને બદલીને મોટો ચુકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, POCSO એક્ટમાં સ્કીન ટુ સ્કીન સ્પર્શ જરૂરી નથી.
કોર્ટે સાથે એમ પણ કહ્યું કે એવું ન કહી શકાય કે, જાતીય સતામણીના ઈરાદાથી બાળકના સંવેદનશીલ ભાગોને સ્પર્શ કરવો એ યૌન શોષણ નથી.
જો આમ કહેવામાં આવે તો બાળકોને યૌન શોષણથી બચાવવા માટે બનાવવામાં આવેલા POCSO એક્ટની ગંભીરતા ખતમ થઈ જશે.
એટોર્ની જનરલે અને મહિલા આયોગે પણ વિશેષ પિટિશન દાખલ કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે પહેલા ચુકાદો આપતા કહ્યું હતું કે સગીરાના આંતરિક અંગોને કપડાં હટાવ્યા વગર સ્પર્શવા એ સેક્સ્યુઅલ અસોલ્ટ નથી.
હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, જામીન માટેની આ શરત હટાવવાનો ઈનકાર; જાણો વિગતે