ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 થી વધુ લોકો સંક્રમિત થયા છે.
આ કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.
કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને 441 લોકોના મૃત્યુ થયા છે.
