ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
ખાનગી ક્ષેત્રે સ્થાનિક લોકોને 75 ટકા સુધી આરક્ષણ આપવાને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે.
હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું એક મહિનામાં આ મામલે નિર્ણય લેવામાં આવે.
સાથેજ રાજ્ય સરકારને પણ આદેશ આપવામાં આવ્યા કે રોજગાર દાતાઓ સામે કોઈ પણ કડક પગલા ન લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે રોજગારી માટે સ્થાનીક લોકો માટે 75 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લિધો હતો. જેને લઈને ત્રણ ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા તેના પર રોક લગાવી દેવામાં આવી હતી.
