ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
કોરોના વાયરસ પોતાની સાથે અને કરુણ કહાની લઇને આવ્યો છે. આવી જ એક કરુણ કહાણી ગુજરાતના કપરાડામાં નોંધાઇ છે. અહીં વાપી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ નું કામ કરી રહેલી પટેલ પરિવાર ની દીકરી ના ૨૩મી તારીખે લગ્ન થવાના હતા. આ છોકરી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહી હતી. લગ્ન હોવાને કારણે તે થોડો સમય રજા પર હતી. જોકે આ દરમિયાન તેને કોરોના લાગુ પડયો હતો. આથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ દવાઓ એ તેના શરીર ઉપર કામ ન કર્યું. આખરે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી પરંતુ 22 તારીખે તેનું નિધન થયું. જે દિવસે છોકરી નું નિધન થયું તે દિવસે પીઠી ચોળવાની રસમ પૂરી કરવાની હતી. હવે જે દિવસે છોકરીને વિદાય કરવાની હતી તે દિવસે તેના અંતિમ સંસ્કાર થશે. પરિવારમાં આવી દુઃખદ ઘટના બનતા કપરાડાના મોટાપોંઢા વિસ્તારમાં શોકનું વાતાવરણ છે.
શોકિગ ન્યુઝ : મલાડમાંથી ૩૭ લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.