Aero India 2025: બેંગલુરુમાં શરૂ થયો એરો ઇન્ડિયા 2025 ઉડાન શો, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું એશિયાના સૌથી મોટા એરોસ્પેસ પ્રદર્શનનું ઉદ્ધાટન..

Aero India 2025: એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

by khushali ladva
Aero India 2025 Aero India 2025 air show begins in Bengaluru, Defense Minister Rajnath Singh inaugurates Asia's largest aerospace exhibition.

News Continuous Bureau | Mumbai

  • એરો ઇન્ડિયા 2025 આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે: શ્રી રાજનાથ સિંહ
  • “ભારતીય સુરક્ષા કે ભારતીય શાંતિ અલગ-થલગ નથી; સુરક્ષા, સ્થિરતા અને શાંતિ એ સહિયારી રચનાઓ છે જે રાષ્ટ્રીય સીમાઓ પાર કરે છે”
  • આજે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના વિકાસ એન્જિનને શક્તિ આપી રહ્યું છેઃ રક્ષા મંત્રી
Aero India 2025: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મંચ પ્રદાન કરશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એરો ઇન્ડિયા 2025 દેશની ઔદ્યોગિક ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરશે ત્યારે મૈત્રીપૂર્ણ દેશો સાથે સહજીવનનાં સંબંધો વધારે મજબૂત કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થાયી શાંતિ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે રાષ્ટ્રો સાથે મળીને મજબૂત બને અને વધુ સારા વિશ્વ વ્યવસ્થા માટે કામ કરે.

રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, પાંચ દિવસનાં આ કાર્યક્રમમાં ભારતનાં સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ અગ્રણીઓ, વાયુસેનાનાં અધિકારીઓ, વૈજ્ઞાનિકો, સંરક્ષણ ક્ષેત્રનાં નિષ્ણાતો, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સમગ્ર વિશ્વનાં અન્ય હિતધારકો સામેલ થશે તથા આ સંગમ ભારતનાં ભાગીદારોને તમામનાં લાભની નજીક લાવશે.

આ સમાચાર પણ વાંચો:  Paryiksha Pe Charcha: વિદ્યાર્થીઓને સશક્ત બનાવે છે ‘પરીક્ષા પે ચર્ચા’, વિશ્વવિદ્યાલયમાંથી ટેક્નોલોજી, સ્પોર્ટ્સ અને મેન્ટલ હેલ્થ પર ચર્ચા કરશે આ જાણીતી સશક્ત હસ્તીઓ

Aero India 2025: શ્રી રાજનાથ સિંહે કહ્યું કે, “અમે ઘણીવાર ખરીદદારો અને વેચાણકર્તાઓ તરીકે વાતચીત કરીએ છીએ, જ્યાં અમારા સંબંધો વ્યવહારિક સ્તરે હોય છે. આમ છતાં, અન્ય એક સ્તરે અમે અમારી ભાગીદારી ખરીદનાર અને વેચનારના સંબંધથી આગળ વધીને ઔદ્યોગિક સહયોગના સ્તર સુધી બનાવીએ છીએ. સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે સહ-ઉત્પાદન અને સહ-વિકાસના ઘણા સફળ ઉદાહરણો અમારી પાસે છે. અમારા માટે કોઈ ભારતીય સુરક્ષા કે ભારતીય શાંતિ અલગ-થલગ નથી. સુરક્ષા, સ્થિરતા અને શાંતિ એ પારસ્પરિક બાંધકામો છે. જે રાષ્ટ્રીય સરહદોને ઓળંગી જાય છે. શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, અમારા વિદેશી મિત્રોની હાજરી એ વાતનો પુરાવો છે કે, આપણા ભાગીદારો એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં આપણાં દ્રષ્ટિકોણને વહેંચે છે.

રક્ષા મંત્રીએ ધ્યાન દોર્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાના વર્તમાન વાતાવરણમાં ભારત એક એવો મોટો દેશ છે, જે શાંતિ અને સમૃદ્ધિનો સાક્ષી છે. તેમણે વધુમાં કહ્યું કે, “ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે ન તો તે કોઈ મહાન સત્તાની દુશ્મનાવટમાં સામેલ થયું છે. આપણે હંમેશા શાંતિ અને સ્થિરતાના હિમાયતી રહ્યા છીએ. તે આપણા મૂળભૂત આદર્શોનો એક ભાગ છે. શ્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ઉપસ્થિત સંરક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે ભારત સાથે તેમનો સહકાર મહત્ત્વપૂર્ણ છે.

શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત કાયાપલટનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર દ્વારા સંકલિત, સ્થાયી અને સુવિચારિત રોડમેપને કારણે દેશમાં એક જીવંત અને સમૃદ્ધ સંરક્ષણ ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્ર જેને અગાઉ રાષ્ટ્રીય અર્થતંત્રનાં ઘટક તરીકે જોવામાં આવતું ન હતું. તે આજે સંપૂર્ણ અર્થતંત્ર સાથે સંપૂર્ણપણે સંકલિત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્ર હવે એક મોટર છે, જે ભારતીય અર્થતંત્રના ગ્રોથ એન્જિનને પાવર આપે છે.

આ સમાચાર પણ વાંચો:  Mahakumbh 2025: પ્રયાગરાજમાં જોવા મળશે વિશ્વભરના 10+ દેશોના પક્ષીઓ, આ તારીખ દરમિયાન યોજાશે આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવ

Aero India 2025: રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2025-26માં સંરક્ષણ મંત્રાલયને 6.81 લાખ કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી, જેમાં મૂડી સંપાદન માટે 1.80 લાખ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. તે એ વાતનો પુરાવો છે કે, સરકાર સંરક્ષણને ટોચની પ્રાથમિકતાવાળા ક્ષેત્ર તરીકે ગણે છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના બજેટની જેમ આધુનિકીકરણ બજેટનો 75 ટકા હિસ્સો સ્થાનિક સ્ત્રોતો મારફતે ખરીદી માટે અનામત રાખવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ ભારતનાં સંરક્ષણ ઔદ્યોગિક સંકુલની ક્ષમતાઓને વિસ્તૃત અને ગાઢ બનાવવાનો છે.

શ્રી રાજનાથ સિંહે આ સંપૂર્ણ વિકાસગાથામાં ખાનગી ખેલાડીઓની ભાગીદારી વધારવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “ખાનગી ક્ષેત્ર આર્થિક મુખ્ય પ્રવાહમાં મોટી ભૂમિકા ભજવશે. તેની ઝુંબેશ, સ્થિતિસ્થાપકતા અને ઉદ્યોગસાહસિકતાને કારણે આ ક્ષેત્ર દેશમાં સમૃદ્ધિની નવી લહેર લાવવા માટે સક્ષમ છે. ઘણા વિકસિત દેશોમાં ખાનગી ઉદ્યોગોએ સંરક્ષણ ઉત્પાદનનું નેતૃત્વ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે, અહીં પણ આ ક્ષેત્ર સંરક્ષણ ઉદ્યોગમાં સમાન ભાગીદાર બની જાય છે.”

ગુજરાતમાં સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસ વચ્ચેના સંયુક્ત સાહસને આ સહયોગનું ઝળહળતું ઉદાહરણ ગણાવી સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદકો સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા સહયોગી અભિગમ સાથે કામ કરી રહ્યા છે.  અત્યારે ભારત એરોસ્પેસ કોમ્પોનેન્ટ્સ અને કોમ્પ્લેક્સ સિસ્ટમ એસેમ્બલી માટે વૈશ્વિક સ્તરે પસંદગીનું સ્થળ બની ગયું છે તથા જાહેર ક્ષેત્ર અને ખાનગી ઉદ્યોગો આ પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

શ્રી રાજનાથ સિંહે ગત એરો ઇન્ડિયાથી પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, એસ્ટ્રા મિસાઇલ, ન્યૂ જનરેશન આકાશ મિસાઇલ, ઓટોનોમસ અંડરવોટર વ્હિકલ, માનવરહિત સરફેસ વેસલ, પિનાકા ગાઇડેડ રોકેટ જેવી અનેક હાઇ-ટેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન દેશની અંદર જ થઈ રહ્યું છે. તેમણે આગામી સમયમાં રૂ. 1.27 લાખ કરોડના સંરક્ષણ ઉત્પાદન અને રૂ. 21,000 કરોડના સંરક્ષણ નિકાસના આંકડાને પાર કરવાના સરકારના અતૂટ સંકલ્પને જણાવ્યો હતો તથા સંરક્ષણ ક્ષેત્ર અભૂતપૂર્વ ગતિએ આગળ વધે તે સુનિશ્ચિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે એરો ઇન્ડિયા 2025ની કર્ટન રેઇઝર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રક્ષામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 2025-26ના અંત સુધીમાં રક્ષા ઉત્પાદન 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ જશે અને રક્ષા નિકાસ 30,000 કરોડ રૂપિયાને પાર કરી જશે.

આ સમાચાર પણ વાંચો:  TEPA: ભારત TEPA હેઠળ EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે, EFTA દેશોની આટલાથી વધુ કંપનીઓ બિઝનેસ રાઉન્ડટેબલમાં ભાગ લેશે

Aero India 2025: 2025ને સંરક્ષણ મંત્રાલયમાં ‘યર ઑફ રિફોર્મ્સ’ (સુધારાનું વર્ષ) તરીકે જાહેર કરવામાં આવતા રક્ષામંત્રીએ તેને માત્ર સરકારી સૂત્ર જ નહીં, પરંતુ સરકારની સુધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સુધારા માટેનાં નિર્ણયો ફક્ત મંત્રાલયનાં સ્તરે જ લેવામાં આવતાં નથી, પણ સશસ્ત્ર દળો અને ડીપીએસયુ પણ આ પ્રયાસમાં સહભાગી થઈ રહ્યાં છે. “સુધારાઓના આ અભિયાનને વધુ ઝડપથી આગળ વધારવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં તમામ હિતધારકોની ભાગીદારી હોવી જોઈએ. મંત્રાલય સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સૂચનો આવકાર્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ શ્રી રાજનાથ સિંહે સમગ્ર વિશ્વમાંથી આવેલા વિશિષ્ટ અતિથિઓને ‘અતિથી દેવો ભવ’ની, જેનો અર્થ થાય છે , ‘અતિથિ એ ઈશ્વરની સમકક્ષ છે’ ભારતીય પરંપરા વિશે જાણકારી આપીને તેમનું સ્વાગત કર્યું  હતું. તેમણે કહ્યું કે પવિત્ર શહેર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે મહાકુંભ એ આત્મનિરીક્ષણનો કુંભ છે, ત્યારે એરો ઇન્ડિયા એ સંશોધનનો કુંભ છે. જ્યારે મહાકુંભ આંતરિક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે એરો ઇન્ડિયા બાહ્ય શક્તિ પર કેન્દ્રિત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે મહાકુંભ ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે, ત્યારે એરો ઇન્ડિયા ભારતની શક્તિનું પ્રદર્શન કરશે.”

રક્ષામંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15માં સંસ્કરણમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારતની હવાઈ શક્તિ અને સ્વદેશી અત્યાધુનિક સંશોધનોની સાથે-સાથે વૈશ્વિક એરોસ્પેસ કંપનીઓના અત્યાધુનિક ઉત્પાદનોને પણ પ્રદર્શિત કરવામાં આવશે. ‘અખંડ ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને અનુરૂપ આ ઇવેન્ટ સ્વદેશીકરણની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય જોડાણો કરવા માટેનો મંચ પણ પ્રદાન કરશે, જેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારનાં વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનાં સંકલ્પને વેગ મળશે.

આ સમાચાર પણ વાંચો:  Ranveer Allahbadia controversy: કોમેડીના નામે અશ્લીલતા ભારે પડી, યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી; જુઓ વિડીયો..

Aero India 2025: તારીખ 10 થી 12 ફેબ્રુઆરીને બિઝનેસ ડે તરીકે અનામત રાખવામાં આવ્યા છે, જેમાં તારીખ 13 અને 14નાં રોજ લોકો માટે આ શો જોવાના જાહેર દિવસો તરીકે નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીઓનું સંમેલન; સીઇઓ રાઉન્ડટેબલ; ભારત અને આઇડીઇએક્સ પેવેલિયનનું ઉદઘાટન; મંથન આઇડીઇએક્સ ઇવેન્ટ; સમર્થ્ય સ્વદેશીકરણની ઘટના; વેલેડિક્ટરી ફંક્શન; સેમિનારો; શ્વાસ થંભાવી દે તેવા એર-શો અને એરોસ્પેસ કંપનીઓનું પ્રદર્શન સામેલ છે.

આ પ્રસંગે રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠ, નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શ્રી ડીકે શિવા કુમાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, કર્ણાટક સરકારના મુખ્ય સચિવ ડો.શાલિની રજનીશ, સંરક્ષણ સચિવ શ્રી રાજેશકુમાર સિંહ, સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી સંજીવ કુમાર અને હવાઈ દળના ઉપપ્રમુખ એર માર્શલ એસપી ધારખર ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More