ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં હાલની સુરક્ષા સ્થિતિને જોતા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.
ભારત સરકારના નિર્ણય મુજબ, હવેથી તમામ અફઘાન નાગરિકો માત્ર ઈ-વિઝા પર ભારતની મુસાફરી કરી શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ અફઘાનિસ્તાનમાંથી સર્જાયેલા પ્રવાહમાં કોઇ ખોટા કે તાલીબાની ભારતમાં ઘૂસી ન જાય તેથી આ નિર્ણય લેવાયો છે.
ભારત સરકારે ઇ-વિઝાની નવી શ્રેણી રજૂ કરી છે, જે હવે છ મહિના માટે માન્ય રહેશે.
તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં દહેશતનો માહોલ છે. ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિનું સમર્થક રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં, લગભગ દરરોજ અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.