ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુલાઈ 2020
ભારતને ચાબહારથી જેહદાન સુધીનો 628 કિલોમીટરના રેલ્વે પ્રોજેક્ટને હટાવ્યા બાદ ઈરાને ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. ઈરાને ભારતની ઓએનજીસીને પર્સિયન ગલ્ફમાં ફરઝાદ -બી ગેસ પ્રોજેક્ટમાંથી બાકાત કર્યું છે એવી માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે આપી છે.
પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ પ્રોજેક્ટ ગેસ ક્ષેત્રના વિકાસ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ બ્લોકમાં 21.3 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર હોવાનું અનુમાન છે. છેલ્લાં દસ વર્ષથી આ ગેસ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જોકે, ચીન સાથેના નિકટતાને કારણે ઈરાને ભારતને આ પ્રોજેક્ટથી બાકાત રાખ્યું છે.
ઓએનજીસી-ઓઇલ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઇલે વર્ષ 2008 માં પર્સિયન ગલ્ફમાં ફરઝાદ-બી ગેસ ક્ષેત્રની શોધખોળ કરી હતી. ત્યારબાદ ઇરાને ગેસ ક્ષેત્રના વિકાસ માટે ભારત સાથે કરાર પર હસ્તાક્ષર કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ માટે ઓએનજીસીએ ઇરાન સાથે કરાર કર્યો હતો. હવે ઈરાને આ પ્રોજેક્ટમાંથી ભારતને બાકાત કરી પોતાના જાતે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com