ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
અમદાવાદમાં ગાંધી આશ્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ'નું ઉદ્ધાટન કર્યું છે. 'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોની એક કડી છે. આ નિમિત્તે કેન્દ્ર સરકારે પ્રતીકાત્મક દાંડી યાત્રાનું આયોજન કર્યું છે.
અમદાવાદમાં અમૃત મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે,
-
આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. 75 વર્ષોમાં દેશને અહીં સુધી લાવવા માટે જેટલાં લોકોએ પણ મહેનત કરી છે હું એ તમામ લોકોને વંદન કરુ છું. ઇતિહાસ સાક્ષી છે કે રાષ્ટ્રનું ગોરવ ત્યારે જ જળવાય છે જ્યારે આવનારી પેઢીને અતીતનાં અનુભવો અને વિરાસતનો પરિચય કરાવવામાં આવે.
-
દેશ લોકમાન્ય તિલકના 'પૂર્ણ સ્વરાજ'ને ક્યારેય નહીં ભૂલી શકે. 'આઝાદ હિંદ ફોજ'નું દિલ્હી ચલો' અને ભારત છોડો આંદોલન માટેના આહ્વાનને પણ નહીં ભૂલી શકે.
-
અમે આજે પણ મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, પંડિત જવાહલાલ નહેરુ, સરદાર પટેલ, બી. આર. આંબેડકર પાસેથી પણ પ્રેરણા લઈએ છીએ.
-
હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.
-
ભારતમાં ક્યારેય પણ મીઠાની કિંમત આંકવામાં આવી નથી. આપણા દેશમાં આજે પણ મીઠું ઇમાનદારી અને વફાદારીનું પ્રતીક ગણવામાં આવે છે.
-
આર્થિક રૂપથી પણ ભારત આગળ વધ્યું છે. 130 કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે. દેશ પાસે રસીનું સામર્થ્ય છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે.
