News Continuous Bureau | Mumbai
પયગંબર(Prophet) વિરુદ્ધ ટીપ્પણીનો મામલો શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી.
દુનિયાના ટોચના આતંકી સંગઠન(terrorist organization) અલ કાયદાએ(Al Qaeda) હવે ખુલ્લેઆમ ભારતમાં આત્મઘાતી હુમલાની(Suicide attack) ચેતવણી આપી છે.
અલકાયદાએ એક પત્ર લખીને ગુજરાત(Gujarat), યુપી(UP), મુંબઈ(Mumbai) અને દિલ્હીમાં(Delhi) મોટાપાયે આત્મઘાતી હુમલાની આપી છે.
અલ કાયદાએ પોતાના પત્રમાં(Letter) લખ્યુ છે કે, 'અમે અમારા શરીર પર વિસ્ફોટકો(Explosion), બાળકોના શરીર પર વિસ્ફોટકો મૂકીશુ અને મોહમ્મદનુ(Mohammed) અપમાન કરનારાઓને ઉડાવી દઈશું.
ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા(Former BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) અને નવીન જિદલે(Naveen Jindal) ટીવી ડિબેટમાં(TV Debate) ઈસ્લામના સ્થાપક(Founder of Islam) મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું જોકે ભાજપે બન્ને નેતાઓએ પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : નિવેદન આપ્યું નૂપુર શર્માએ તો પછી ભારત દેશ શા માટે માફી માંગે- ભારતની વહારે આવ્યા આ દેશના સાંસદ