News Continuous Bureau | Mumbai
બોલીવુડની સુપર હિટ ફિલ્મોંમાની એક 3 ઈડિયટ્સ (Film 3 Idiots) માટે જેમણે પ્રેરણા આપી અને જાણીતા અભિનેતા આમિર ખાન દ્વારા જેમની ભૂમિકા ભજવવામાં આવી તે સોનમ વાંગચુક (Sonam Wangchuk) હાલ ખુબ ચર્ચામાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને અપિલ કરી છે કે લદ્દાખ (Ladakh)માં બધુ જ ઠીક ચાલી રહ્યું નથી. તેમણે લદ્દાખ (Ladakh)ની સુરક્ષાને સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં વિનંતી કરી છે. આ સાથે જ તેમણે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો પાંચ દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી છે. આ ઉપવાસ ગણતંત્ર દિવસથી શરૂ થશે. ઉપવાસની જાહેરાત કર્યાં બાદ હવે આ માટે તૈયારી ઝડપી બનાવવામાં આવી છે. તેમણે ઉપવાસ અગાઉ ટેસ્ટ રન કર્યું, જે અંગેનો એક વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પર ટેસ્ટ રન સફળઃ વાંગચુક
વાંગચુકે ટ્વીટ કર્યું કે, ટેસ્ટ રન સફળ રહ્યો! માઈનસ 20 ° સે પર બધું બરાબર છે. હું આ ટેસ્ટ મારા ટેરેસ પર કરી રહ્યો છું. તેણે આગળ લખ્યું કે, મારો ઉપવાસ 18,000 ફૂટની ઉંચાઈ પર ખારદુંગલા ખાતે માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ પર રહેશે. જણાવી દઈએ કે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ સોનમ વાંગચુકના જીવન પર બની છે. વાંગચુકે વડાપ્રધાન મોદીને લદ્દાખને બચાવવા માટે અપીલ કરી છે, કારણ કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીંના લગભગ બે તૃતીયાંશ હિમનદીઓ લુપ્ત થવાની આરે છે. સોનમે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ લદ્દાખની આદિવાસીઓ, ઉદ્યોગો અને ગ્લેશિયર્સ વિશે વાત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો
જીવતો રહ્યો તો ફરીથી મળીશ.
વીડિયોમાં, સોનમે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી, લદ્દાખ પર ઉચ્ચ સ્તરે પગલાં લેવાની માંગ કરી. તેમણે કહ્યું- હું પીએમ મોદીને લદ્દાખ અને હિમાલયના અન્ય પ્રદેશોને બચાવવા માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરું છું. હું 26મી જાન્યુઆરીથી પાંચ દિવસના ઉપવાસ પર બેસીશ. જો હું ખારદુંગલામાં -40 ° તાપમાન સાથે ઉપવાસ કર્યા પછી બચીશ, તો હું તમને ફરીથી મળીશ.
કોણ છે સોનમ વાંગચુક?
જણાવી દઈએ કે સોનમ વાંગચુકનો જન્મ 1966માં થયો હતો. તેઓ મિકેનિકલ એન્જિનિયર અને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL) ના ડિરેક્ટર પણ છે. તેમને 2018માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. 2009ની ફિલ્મ 3 ઈડિયટ્સમાં આમિર ખાનનું પાત્ર ફુંસુક વાંગડુ વાંગચુકના વ્યક્તિત્વથી પ્રભાવિત હતું. વાંગચુક લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) બનાવવા માટે જાણીતા છે. તેનો કેમ્પ સૌર ઉર્જા પર ચાલે છે.
આ સમાચાર પણ વાંચો: મિશન 2024ની તૈયારીમાં લાગ્યું ભાજપ, ત્રણ કરોડ કાર્યકરોને સરલ એપથી જોડવાનું લક્ષ્ય..