News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ સમાચારોમાં છે. દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. જો કે, હાલ દેશની અર્થવ્યવસ્થાને લઈને નહીં પણ અન્ય એક કારણસર ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો. તાજેતરમાં, પાકિસ્તાનના લાહોરથી ( Lahore ) કથિત રીતે સોશિયલ મીડિયા પર બિકીની ( bikini ) પહેરેલી છોકરીનો ( woman ) એક વીડિયો વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં યુવતી ટુ-પીસ પહેરેલી અને લાલ ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભી રહેલી જોવા મળે છે. સફેદ ટી-શર્ટ પહેરેલો એક યુવક પણ યુવતીની બાજુમાં ઊભો છે. તેના લુક્સ પરથી એવુ લાગી રહ્યુ છે કે બંને કોઈ ફોટોગ્રાફર માટે પોઝ આપી રહ્યા છે જે ફોટો ક્લિક કરી રહ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે. લોકો આની પાછળનુ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા યુઝર્સ અશ્લીલતા શેર કરવા બદલ મહિલાની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાકે તેનો બચાવ કર્યો છે કારણ કે તેનો વીડિયો તેની સંમતિ વિના ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
🔴 Is it Islamic Republic of Pakistan?
A girl spreading vulgarity in Bikini in front of #JasmineMall Bahria Town, Lahore ! pic.twitter.com/euEsXloi85
— Showbiz & News (@ShowbizAndNewz) January 22, 2023
આ સમાચાર પણ વાંચો: LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેટલાક લોકોએ કાયદાકીય કાર્યવાહીનો સંકેત પણ આપ્યો છે. કારણ કે પાકિસ્તાન દેશના રૂઢિચુસ્ત કાયદા હેઠળ કડક કાર્યવાહી માટે જાણીતું છે.