ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસવાળાને જીવતા મારી નાખનાર મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ દુબે નો બોડીગાર્ડ અને જમણો હાથ ગણાતો અમર દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પોલીસને તે ક્યાં છુપાયો છે તેની માહિતી મળ્યા બાદ, હમીરપુર જિલ્લામાં પોલીસ તેને પકડવા ગઈ હતી ત્યારે સામસામે ગોળીબારમાં તેં માર્યો ગયો છે. અપરાધી વિકાસ દુબેની ગેંગમાં અમર દુબેની ગણના સૌથી ખતરનાક ગુંડા તરીકે થતી હતી..
બીજી બાજુ કાનપુરના બીકરું ગામમાં ગઈ બે જુલાઈના રોજ ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલા પોલીસ વાળાને તેના ગુંડાઓએ જીવતા મારી નાખ્યા હતા અને ક્રૂર અત્યાચાર ગુજાર્યો હતો જેનો ખુલાસો પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો છે. ત્યારે બાકી બચેલા પોલીસવાળાઓને ચકમો આપી ભાગવામાં સફળ રહેલા મુખ્ય અપરાધી વિકાસ દુબેની એક સીસીટીવી ફૂટેજ આજે સામે આવી છે. જેમાં તે એક હોટેલમાં રિસેપ્શન પર ઉભેલો જોવા મળે છે. હવે પોલીસ આ દિશામાં, ફરીદાબાદ અને તેના આસપાસના વિસ્તારોમાં વિકાસ દુબેની શોધ કરી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com