Anchors Boycott: પત્રકારોના બહિષ્કાર મુદ્દા પર કર્ણાટકના સીએમએ ભાજપ પર સાધ્યું નિશાન! પીએમ મોદી વિશે કહી નાખી આ મોટી વાત.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો.. વાંચો વિગતે અહીં..

Anchors Boycott: ઈન્ડિયા ગઠબંધન દ્વારા 14 મીડિયા એન્કરનો બહિષ્કાર કરવાના નિર્ણય બાદ અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે કર્ણાટકના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહારો કર્યા છે.

by Hiral Meria
Anchors Boycott: 'PM Modi boycotted every journalist by not holding a press conference in 10 years

News Continuous Bureau | Mumbai

Anchors Boycott: વિપક્ષી ગઠબંધન ‘INDIA’ માં સામેલ પક્ષોએ 14 મીડિયા એન્કરોના ( anchors ) શોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ( Karnataka CM Siddaramaiah ) હવે ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ( National President JP Nadda ) પર વળતો પ્રહાર કર્યો છે. INDIA ના ગઠબંધનની ટીકા કરતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે ન્યૂઝ એન્કર્સની ( News Anchors ) આવી યાદી બહાર પાડવી એ નાઝીઓનું ( Nazis ) કામ કરવાની રીત છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી ગઠબંધન 9 ચેનલોના 14 એન્કરનો બહિષ્કાર કરીને મીડિયાને ધમકી આપી રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જેપી નડ્ડાને સંબોધતા સિદ્ધારમૈયાએ લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ છેલ્લા 10 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને દરેક ભારતીય પત્રકારનો બહિષ્કાર (Boycott) કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, એક રાજકીય પક્ષનું મુખપત્ર બનીને મીડિયાની નીતિમત્તા સાથે ચેડા કરનારા 14 એન્કરનો બહિષ્કાર કરવો કેવી રીતે ખોટું હોઈ શકે.

જેપી નડ્ડાએ તેની સરખામણી ઈમરજન્સીના સમય સાથે કરી હતી

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ INDIA ગઠબંધન પર આરોપ લગાવતા એમ પણ કહ્યું હતું કે અત્યારે પણ આ પાર્ટીઓમાં ઈમરજન્સીના સમયની માનસિકતા છે. પંડિત નેહરુએ વાણી સ્વાતંત્ર્યને નબળું પાડ્યું. ઇન્દિરા ગાંધી આ પ્રકારનું કામ કરવા માટે સુવર્ણ ચંદ્રક વિજેતા હતા અને રાજીવ ગાંધીએ મીડિયાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : X Government Id based verification Feature: X (ટ્વીટર) એ લૉન્ચ કર્યુ ગવર્મેન્ટ આઇડી વેરિફિકેશન ફિચર, માત્ર આ યૂઝર્સ કરી શકશે અરજી, જાણો સંપુર્ણ માહિતી વિગતે…

તમને જણાવી દઈએ કે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીવી એન્કર ચિત્રા ત્રિપાઠી, સુધીર ચૌધરી, સુશાંત સિંહ, રૂબિકા લિયાકત, પ્રાચી પરાશર, નાવિકા કુમાર, ગૌરવ સાવંત, અશોક શ્રીવાસ્તવ, અર્ણવ ગોસ્વામી, આનંદ નરસિમ્હન, ઉમેશ દેવગન, અમન. ચોપરા અને અદિતિ ત્યાગીના શોમાં કોઈપણ પક્ષ તેના પ્રવક્તાને મોકલશે નહીં. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More