Apple Hacking: વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ.. રાજીવ ચંદ્રશેખરના દાવાથી વધી ચિંતા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

Apple Hacking: વિપક્ષી નેતાઓના મોબાઈલમાં એપલના હેકિંગ એલર્ટ મેસેજ બાદ હોબાળો મચ્યો છે. વિપક્ષ એકબાજુ સરકાર પર મોબાઈલ હેક કરવાના આરોપ લગાવી રહી છે તો બીજી તરફ સરકાર પણ હેકિંગના દાવા ફગાવી રહી છે જોકે સરકારે સ્વીકાર તો કર્યો છે કે આઈફોન પર હેકિંગના એલર્ટ મેસેજ આવ્યાં છે

by Hiral Meria
Apple Hacking After the opposition leaders, now the hacking messages have come on the iPhones of Union Ministers too.. Rajeev Chandrasekhar's claim has increased concern.

News Continuous Bureau | Mumbai

Apple Hacking: વિપક્ષી નેતાઓના આઇફોન ( Iphone ) પર ચેતવણીના મેસેજ ( Alert Message ) આવ્યા બાદ કેન્દ્ર સરકાર ( Central Government ) પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ખુદ કેન્દ્રીય પ્રધાનના ( Union Ministers ) આઇફોન પર પણ હેકિંગના એલર્ટનો મેસેજ આવ્યો છે. વિપક્ષી ( opposition )  નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ( Piyush Goyal ) ના આઈફોન પર પણ હેકિંગનો એલર્ટ મેસેજ આવ્યો હોવાનો ખુલાસો કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ( Rajeev Chandrasekhar ) કર્યો છે. એ ઉપરાંત શ્યામ સરનને પણ ચેતવણીનો સંદેશ મળ્યો છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) રાજ્ય મંત્રી ચંદ્રશેખરે આ મામલામાં તપાસને સમર્થન આપતાં એમ પણ કહ્યું હતું કે એપલને તેના આઇફોન અને અન્ય ઉપકરણો વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે જે તે કહે છે કે સુરક્ષિત છે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના નેતાઓના ફોન પર હેકિંગ એલર્ટનો મામલો ચગ્યો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેમને મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિપક્ષી નેતાઓના ( opposition leaders )  દાવા બાદ મોટો વિવાદ પેદા થયો હતો. પરંતુ આ કિસ્સામાં મોટો સવાલ એ છે કે વિપક્ષી નેતાઓના ફોન પર હેકિંગ અને ટેપિંગનું એલર્ટ ગયું કેવી રીતે? સહું કોઈ આ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં છે ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે.

કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એપલનું એલર્ટ “અલ્ગોરિધમની ભૂલ” ને કારણે હોઈ શકે છે. આ કારણે વિપક્ષી નેતાઓના એપલ ફોન પર એલર્ટ મળ્યું હતું. નેતાઓએ આ સંદર્ભે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મેઇલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Delhi High Court: પત્ની દ્વારા પતિને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય? પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈ દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ મહત્ત્વપૂર્ણ ચુકાદો.. જાણો શું છે સંપુર્ણ મામલો..

હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી..

વિપક્ષના જે નેતાઓને હેકિંગનું એલર્ટ આવ્યું છે તેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (Uddhav Thackeray) ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામેલ છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી, હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યું હતું, તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આજે સવારે, મને ખબર પડી કે ઘણા વિપક્ષી નેતાઓને આ સંદેશ મળ્યો છે.

કેટલાક વિપક્ષી નેતાઓના મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય સમર્થિત હુમલાખોરો સંભવતઃ તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. એલર્ટ અનુસાર એપલને લાગે છે કે, હુમલાખોરો એપલ આઇડી દ્વારા આઇફોનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More