News Continuous Bureau | Mumbai
Approval Rating :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા છે. અમેરિકન એજન્સી મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વર્લ્ડ લીડર એપ્રુવલ રેટિંગ રિપોર્ટ અનુસાર, ભારતમાં 78 ટકા લોકો પીએમ મોદીના કામથી સંતુષ્ટ છે અને નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે મંજૂરી આપે છે. અગાઉ ડિસેમ્બર 2023ના રિપોર્ટમાં પણ PM મોદી 76 ટકા મંજૂરી સાથે વિશ્વમાં ટોચ પર હતા. આ વખતે 2 ટકા વધુ લોકોએ પીએમ મોદીના કામથી સંતુષ્ટિ વ્યક્ત કરી છે અને તેમને તેમના નેતા તરીકે સ્વીકાર્યા છે. આ યાદીમાં પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 65 ટકા મંજૂરી સાથે બીજા સ્થાને છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી 63 ટકા સાથે ત્રીજા સ્થાને છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો
આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો રહ્યો છે. વૈશ્વિક મતદાનમાં 78% લોકપ્રિયતા સાથે મોદીજી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સાથે ‘મોદી કી ગેરંટી’ પર મહોર લાગી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલવે મંત્રીએ આપ્યું અપડેટ, કહ્યું-ઉદ્ધવ ઠાકરેને કારણે આ પરિયોજના…
કયા નેતાની લોકપ્રિયતા કેટલી?
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM નરેન્દ્ર મોદી)ની લોકપ્રિયતા 78 ટકા છે
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની લોકપ્રિયતા 37 ટકા છે
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા 29 ટકા છે
- બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની લોકપ્રિયતા 25 ટકા છે
- જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની લોકપ્રિયતા 21 ટકા છે
