Site icon

Arvind Kejriwal In Jail:અરવિંદ કેજરીવાલને ઝટકે પે ઝટકા, સુપ્રીમ કોર્ટ તરફથી ન મળી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે કસ્ટડી લંબાવી..

Arvind Kejriwal In Jail: સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઝડપી રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે EDને નોટિસ પાઠવીને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ હવે કેજરીવાલ કેસની સુનાવણી 29 એપ્રિલે કરશે

Arvind Kejriwal In Jail Supreme Court seeks ED’s response in Arvind Kejriwal’s plea against arrest; next hearing on April 29

Arvind Kejriwal In Jail Supreme Court seeks ED’s response in Arvind Kejriwal’s plea against arrest; next hearing on April 29

News Continuous Bureau | Mumbai 

Arvind Kejriwal In Jail: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આમ આદમી પાર્ટી ( AAP )ના રાષ્ટ્રીય સંયોજકને સોમવારે એક પછી એક બે ઝટકા લાગ્યા. પ્રથમ, સુપ્રીમ કોર્ટે ( supreme curt ) કેજરીવાલની અરજી ( plea ) પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કેસને 29 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો. સાથે જ આ મામલે EDને નોટિસ પાઠવીને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. પછી લગભગ અડધા કલાક પછી રાઉઝ એવન્યુ કોર્ટે તેમની કસ્ટડીનો સમયગાળો લંબાવ્યો. કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી 

દિલ્હીના મુખ્યમંત્રીની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ ( Arrest ) કરવામાં આવી હતી. 1 એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સોમવારે તેમને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ( judicial custody ) 23 એપ્રિલ સુધી લંબાવી છે. કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે થોડીવાર પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ટૂંકી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલ પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં

અગાઉ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં આ મામલાની યાદી આપવા જણાવ્યું હતું. કેજરીવાલ માટે પણ આ એક મોટો ફટકો છે કારણ કે 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના વડા પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં.

અરવિંદ કેજરીવાલ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ 

અરવિંદ કેજરીવાલની કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. EDનો આરોપ છે કે કેજરીવાલ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તપાસ એજન્સીનો આરોપ છે કે કેજરીવાલ સરકારે 2021-22ની એક્સાઇઝ પોલિસીમાં દારૂના વેપારીઓને ખોટી રીતે ફાયદો કરાવ્યો અને તેના બદલામાં લાંચ લીધી. EDનો દાવો છે કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં લાંચના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર દ્વારા દર વખતે આ આરોપોને ખોટા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની દલીલ છે કે કેજરીવાલના ‘સારા કામો’ રોકવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર તેના મોટા નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Navratri Bhog Recipe : નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિને અર્પણ કરો ગોળની ખીર, મળશે માતાજી આશીર્વાદ..

કેજરીવાલ પહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સંજય સિંહને હાલમાં જ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સિસોદિયા એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Exit mobile version