News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal : ધરપકડને લઈને દિલ્હી હાઈકોર્ટ ( Delhi high court ) તરફથી મળેલા આંચકા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમણે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. હાઈકોર્ટે મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ ને માન્ય જાહેર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ED પાસે સીએમ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. તેમની ધરપકડ કાયદાનું ઉલ્લંઘન નથી. આવી સ્થિતિમાં ધરપકડને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
પાર્ટીએ પહેલાથી જ સંકેતો આપી દીધા હતા
હાઈકોર્ટે ED દ્વારા કેજરીવાલની ધરપકડ અને રિમાંડ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ આમ આદમા પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે અમે હાઈકોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ED પાસે કેજરીવાલની ધરપકડ માટે પૂરતા આધાર છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા EDને દિલ્હીના સીએમના રિમાન્ડ આપવા પણ કાયદેસર છે.
આ સમાચાર પણ વાંચો : છૂટાછેડા પર સુપ્રીમ કોર્ટે કહ્યું મોટી વાત, અલગ થઈ ગયા પછી મહિલા ભૂતપૂર્વ પર ક્રૂરતાનો કેસ ન લગાવી શકે: સુપ્રીમ કોર્ટ.. જાણો વિગતે..
દિલ્હી દારૂ કૌભાંડ કેસ ( Liquor Policy scam ) માં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની અરજી પર હાલ સુપ્રીમ કોર્ટ ( Supreme court ) માં સુનાવણી થશે નહીં. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ગયેલા અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ) ને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, સોમવાર પહેલા સુનાવણી થવાની કોઈ શક્યતા નથી. હાલમાં આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કોઈ વિશેષ બેંચની રચના કરવામાં આવશે નહીં. હવે અરવિંદ કેજરીવાલની અરજી પર સોમવાર પહેલા સુનાવણી નહીં થાય, કારણ કે કોર્ટ આગામી ચાર દિવસ રજા પર છે.
અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
21 માર્ચે ઈડીએ પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તે જ દિવસે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ બીજા દિવસે તેને પાછી ખેંચી લીધી હતી. આ અરજીમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. પક્ષ ઇચ્છતો હતો કે કોર્ટ રાત્રે આ મામલાની સુનાવણી કરે પરંતુ એવું થયું નહીં. અરજી પાછી ખેંચતી વખતે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે AAP કન્વીનર પહેલા નીચલી કોર્ટમાં રિમાન્ડનો સામનો કરશે. જો જરૂર પડશે તો અમે બીજી અરજી સાથે કોર્ટનો સંપર્ક કરીશું.