News Continuous Bureau | Mumbai
Assembly Elections 2024: લોકસભા ચૂંટણી 2024 બાદ હવે ભાજપે ( BJP ) વિધાનસભા ચૂંટણી ( State Assembly election ) જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની નિમણૂંક કરી છે.
Assembly Elections 2024: ભાજપે હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ચૂંટણી પ્રભારી તરીકે જાહેર કર્યા. આ સિવાય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાની જવાબદારી મળી છે અને તેમની સાથે ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની જવાબદારી જી કિશન રેડ્ડીને આપવામાં આવી છે.

Assembly Elections 2024: આ બે રાજ્યોમા ઓક્ટોબરમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
મહત્વનું છે કે આ વર્ષે હરિયાણા અને મહારાષ્ટ્ર માં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રભારીઓની નિમણુંક કરી છે. હાલમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ( NDA ) ને બહુમતી મળી છે. આવી સ્થિતિમાં ભાજપ હવે સત્તામાં આવી ગયું છે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : Train Accident: કંચનજંગા એક્સપ્રેસ પાછળ ઘૂસી માલગાડી, કોચનો કચ્ચરઘાણ, એકની ઉપર એક ડબ્બા; જુઓ દુર્ઘટનાની ડરામણી તસવીરો..
જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.