452
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
નોબેલ પુરસ્કાર વિજેતા અને મ્યાંમારના જન નેતા આંગ સાન સૂ કીને 4 વર્ષ માટે જેલની સજા સંભળાવવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મ્યાંમારની એક કોર્ટે આજે તેમને સેના વિરુદ્ધ અસંતોષ ભડકાવવાના અને કોવિડ નિયમોના ઉલ્લંઘન મામલે સજા સંભળાવી છે.
આંગ સાન સૂ કી મ્યાનમારમાં અનેક ટ્રાયલનો સામનો કરી રહી છે. તેમના પર ભ્રષ્ટાચાર, વોટિંગ હેરાફેરીનો પણ આરોપ છે.
હાલમાં સેનાએ તેમને બે કેસમાં દોષિત ઠેરવ્યા છે.
લશ્કરી શાસન સામે અવાજ ઉઠાવનારાઓમાં આંગ સાન સૂ કી મોટા નેતાઓમાંના એક છે. આ જ કારણ છે કે મ્યાનમારમાં તેમની લોકપ્રિયતા આજે પણ યથાવત છે.
ઉલ્લેખનીય છે કે સેનાએ 1 ફેબ્રુઆરીના રોજ દેશમાં સત્તાપલટો કર્યો ત્યારથી 76 વર્ષીય સૂ કી કસ્ટડીમાં છે
ઓમીક્રોન વેરિએન્ટનો ભય. વેપારીઓના વિદેશ પ્રવાસમાં ઘટાડો
You Might Be Interested In