News Continuous Bureau | Mumbai
Ayodhya : અયોધ્યામાં તે શુભ સમય નજીક આવી ગયો છે. નવા રામ મંદિર ( Ram Mandir ) માં રામલલાની મૂર્તિના અભિષેક માટેની ધાર્મિક વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. આજે તપસ્યા અને કર્મકુટી પૂજા વિધિ કરવામાં આવી રહી છે.
અગરબત્તી જન્મભૂમિના પરિસરને સુગંધિત કરશે
આ દરમિયાન અયોધ્યા Ayodhya ) માં ગુજરાતમાંથી લાવવામાં આવેલી 108 ફૂટની અગરબત્તી (Incense stick ) સળગાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પહોંચેલી 108 ફૂટની અગરબત્તી ‘જય શ્રી રામ’ ના નારાઓ વચ્ચે પ્રગટાવવામાં આવી છે. આ અગરબત્તી જન્મભૂમિના પરિસરને સુગંધિત કરશે.તેને
જુઓ વિડીયો
श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह से ठीक पहले आज श्री राम मंदिर, अयोध्या धाम में 108 फीट लंबी अगरबत्ती प्रज्ज्वलित की गयी है।#AyodhyaDhamUpdate pic.twitter.com/jzeXhvqABQ
— Arvind Mohan Singh (@ArvindSinghUp) January 16, 2024
વડોદરાના એક રામ ભક્ત એ બનાવી છે આ ધૂપ સળી
જણાવી દઈએ કે આ ધૂપ સળી વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવમાં આવી છે. જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી છે. 3 ફૂટ ના ઘેરાવા વાળી ધૂપ સળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઇ જવામાં આવી હતી. આજથી અયોધ્યા ખાતે વિધિવત કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya : આજથી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ, તિથિ-અતિથિથી લઈને મૂર્તિ-મુહૂર્ત સુધી… જાણો 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ