News Continuous Bureau | Mumbai
AYUSH Startups: વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ૨૦૨૩ ( The World Food India 2023 ) ઇવેન્ટમાં આયુષના નવીન આયુષ આહાર ઉત્પાદનોનું ( AYUSH food products ) પ્રદર્શન કરવામાં આવશે. પ્રગતિ મેદાન (Pragati Maidan ) ખાતે આયુષ મંત્રાલયના પેવેલિયનમાં ( AYUSH Ministry’s pavilion ) દેશભરના સ્ટાર્ટ-અપ્સ તેમની પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરશે. આ એક્ઝિબિશનમાં કુલ 18 સ્ટાર્ટ-અપમાં 30થી વધુ આયુષ પ્રોડક્ટનું (More than 30 Ayush Products ) પ્રદર્શન કરવામાં આવશે.
એટ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ( World Food India ) આયુષ આહાર (AYUSH Diet ) પર વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવશે. આ સત્રમાં આયુષ આહારનું મહત્વ, આયુષ આહારના આરોગ્યલક્ષી લાભો વગેરે અંગે ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં આયુર્વેદને વિશ્વભરના સામાન્ય લોકોના દૈનિક જીવનનો ભાગ બનાવવાના પ્રયત્નોની પણ ચર્ચા કરવામાં આવશે. આયુષ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો, યુનિકોર્ન સાથે પરામર્શ અને આયુષ ક્ષેત્રમાં પ્રવેશતા નવા સ્ટાર્ટ-અપ્સ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આયુષ મંત્રાલય આયુષ ઉત્પાદનોના વૈશ્વિક વેચાણ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો કરી રહ્યું છે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના વિશેષ સત્રમાં આયુષ ઉત્પાદનો માટે વૈશ્વિક બજારની ઓળખ કરવા, બજારની ઓળખ કરવા અને ભારતમાંથી આયુષ ઉત્પાદનોની નિકાસની વ્યવસ્થાને મજબૂત કરવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: આજે તબ્બુનો જન્મદિવસ, દૂધથી સ્નાન કરવાનો નવાબી શોખ રાખે છે અભિનેત્રી
આયુષ મંત્રાલયે આ કાર્યક્રમ માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ)ની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ, જયપુર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી, પૂણે, સીસીઆરએએસ, મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યોગ, આયુષેક્સિલ (આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા પ્રયાસો અને સંસાધનો સાથે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ઇવેન્ટમાં પ્રદાન કરી રહ્યાં છે.
Join Our WhatsApp Community