Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ

Bairabi-Sairang Rail Project: ભારતીય રેલવેએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સ્વતંત્રતા પછી પહેલી વાર મિઝોરમની રાજધાની આઈજોલને દેશના રેલ નકશા સાથે જોડી છે.

by Dr. Mayur Parikh
Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવેએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા,  સ્વતંત્રતા પછી પહેલી વાર મિઝોરમની રાજધાની આઈજોલને દેશના રેલ નકશા સાથે જોડી છે.બઈરબી-સાયરંગ રેલ પરિયોજના પૂર્ણ થવાથી પૂર્વોત્તર ભારતની ચોથી રાજધાનીને રેલ કનેક્ટિવિટી પ્રાપ્ત થઇ છે. આ પરિયોજના ન માત્ર ભૌગોલિક દૃષ્ટિકોણથી  પડકારજનક માનવામાં આવે છે, પરંતુ એન્જિનિયરિંગ અને નિર્માણના દૃષ્ટિકોણથી પણ ભારતીય રેલવે માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે.

પૂર્વોત્તરમાં નવી રેલ ક્રાંતિ

અત્યાર સુધી પૂર્વોત્તર ક્ષેત્રની ત્રણ રાજધાની – ગુવાહાટી (અસમ), ઇટાનગર (અરુણાચલ પ્રદેશ) અને અગરતલા (ત્રિપુરા) – સીધા રેલ નેટવર્ક દ્વારા જોડાયેલા હતા. મે 2025 માં સાયરંગ સુધી સફળ ટ્રાયલ રન સાથે આઈજોલ આ યાદીમાં ચોથી રાજધાની બની ગઈ. આ ઐતિહાસિક પગલું ન માત્ર મિઝોરમના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પૂર્ણ કરેછે, પરંતુ ક્ષેત્રની સામાજિક અને આર્થિક પ્રગતિનો માર્ગ પણ મોકળો કરે છે.

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

 

પરિયોજના નું સ્વરૂપ અને  ખર્ચ

બઈરબી-સાયરંગ રેલ પરિયોજના ની કુલ લંબાઈ 51.38 કિલોમીટર છે. આ બઈરબીથી શરૂ થઈને આઈજોલ નજીક સ્થિત સાયરંગ સુધી જાય છે. પરિયોજના ને  ચાર પ્રમુખ સેકશનમાં વહેંચવામાં આવ્યા છે:

-બઈરબી-હરતકી સેકશન-16.72 કિમી

-હરતકી-કાવનપુઈ સેકશન–9.71 કિમી

-કાવનપુઇ-મુઅલખાંગ સેકશન-12.11 કિમી

-મુઅલખાંગ-સાયરંગ સેકશન -12.84 કિમી

સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ₹8071 કરોડ રૂપિયા થી વધુ છે. આ પરિયોજના હેઠળ ચાર નવા સ્ટેશન – હરતકી, કવાનપુઇ, મુઅલખાંગ અને સાયરંગ નું  નિર્માણ કરવામાં આવ્યું છે.

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

એન્જિનિયરિંગ અને નિર્માણના પડકારો

આ સમાચાર પણ વાંચો :Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’

મિઝોરમનું ભૌગોલિક સ્વરૂપ  મુશ્કેલ અને પહાડો વાળું છે. અહીં રેલવે ટ્રેક નાખવા માટે ઘણા પુલો અને ટનલોની જરૂર હતી. આ પરિયોજના માં કુલ 55 મોટા પુલ અને 87 નાના પુલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 48 ટનલો બનાવવામાં આવી છે, જેની કુલ લંબાઈ 12.8 કિલોમીટરથી વધુ છે.

આ પરિયોજના નો સૌથી નોંધપાત્ર એન્જિનિયરિંગ ચમત્કાર છે પુલ નં 196 નો પિયર P-4, જેની ઊંચાઈ 114 મીટર છે. આ કુતુબ મિનાર કરતા 42 મીટર ઊંચો છે. આ ઉપરાંત, મુસાફરો અને માલસામાનની સુવિધા માટે 5 રોડ ઓવર બ્રિજ (ROB) અને 6 રોડ અંડર બ્રિજ (RUB) પણ બનાવવામાં આવ્યા છે.

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

નિર્માણ કાર્યની ઉપલબ્ધીઓ

રેલવે એન્જિનિયરો એ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં આ પરિયોજનાને પૂર્ણ કરી. નરમ માટી, વરસાદી ઋતુ અને દુર્ગમ ટેકરીઓ પર કામ કરવું બિલકુલ સરળ નહોતું. આમ છતાં, ઓટોમેટિક ટનલીંગ પદ્ધતિ જેવી આધુનિક તકનીકો, સલામતીનાં પગલાં અને ચોક્કસ નિર્માણ યોજના  ની મદદથી ટનલો ની ડ્રિલિંગ, પુલોનો પાયો નાખવા અને ઊંચાઈએ વિશાળ સંરચનાઓ ઉભી કરવા જેવા જટિલ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા, જેથી મુસાફરોની રેલ યાત્રા ન માત્ર ઝડપી અને આરામદાયક બને, પરંતુ સુરક્ષિત પણ રહે.

મિઝોરમને મળનારા લાભ

બઈરબી-સાયરંગ રેલ પરિયોજના મિઝોરમની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

-કૃષિ અને સ્થાનિક ઉદ્યોગ માટે નવા બજારો: મિઝોરમના ખેડૂતો, બુનકર અને સ્થાનિક ઉદ્યોગો હવે તેમના ઉત્પાદનોને સરળતાથી દેશના અન્ય ભાગો સુધી પહોંચાડી શકશે.

-નૂરની કાર્યક્ષમતા: રેલ માર્ગ થી માલ પરિવહન ઝડપી અને સસ્તું થશે, જેનાથી વેપાર અને ઉદ્યોગને વેગ મળશે.

-સમય ની બચત: રસ્તા પર ઘણો સમય લેતી મુસાફરી હવે ટ્રેનો દ્વારા ઓછા સમયમાં પૂર્ણ થશે.

-પર્યટન પ્રોત્સાહન: મિઝોરમની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક વારસા સુધી પહોંચ સરળ બનશે, જે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

Bairabi-Sairang Rail Project Historic Railway Connectivity to Mizoram Capital Aizawl Indian Railways

 

પૂર્વોત્તર નું ભવિષ્ય અને રેલ કનેક્ટિવિટી

ભારતીય રેલવેની  આ પરિયોજના  ફક્ત મિઝોરમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પૂર્વોત્તર ભારત માટે એક નવી વિકાસગાથા લખે છે. સારી રેલ કનેક્ટિવિટી આ ક્ષેત્રમાં રોકાણની શક્યતાઓ વધારશે અને રોજગારની નવી તકો ઉભી કરશે. આ પરિયોજના  ‘ઉત્તરપૂર્વને રાષ્ટ્ર સાથે જોડવાના’ સંકલ્પને મજબૂત બનાવે છે.

બઈરબી-સાયરંગ રેલ પરિયોજના ભારતીય રેલવેની એન્જિનિયરિંગ કુશળતા, દૂરંદર્શી યોજના  અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. મુશ્કેલ ટેકરીઓ અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓને પાર કરીને, આ પરિયોજના પૂર્વોત્તર ભારતની જીવનરેખાને નવી ગતિ આપે છે. આઈજોલનું રેલ નકશા સાથે જોડાણ મિઝોરમ સહિત સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More